ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગયો છે. તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ પાસે નંબર વનનો તાજ છિનવી લીધો છે. ગયા અઠવાડિયે ગિલ બીજા સ્થાને હતો. ICCએ આજે નવું રેન્કિંગ જાહેર કર્યું છે. બોલિંગમાં શ્રીલંકાના મહેશ થીકશનાએ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.
બેટિંગ રેન્કિંગમાં ચાર ભારતીય બેટ્સમેન ટોપ-૧૦માં છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને અને વિરાટ કોહલી છઠ્ઠા સ્થાને યથાવત છે. શ્રેયસ ઐય્યરે એક સ્થાનનો ફાયદો મેળવ્યો છે અને તે નવમા સ્થાને પહોંચી ગયો છે.
ગિલ બીજી વખત ODIમાં નંબર-1 બન્યો
ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પહેલી બે વનડેમાં અડધી સદી અને ત્રીજી વનડેમાં સદી ફટકારી હતી અને તેનો ફાયદો તેને મળ્યો છે. તેણે ત્રણ મેચમાં 259 રન બનાવ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ગિલે ODI ક્રિકેટમાં નંબર-1 રેન્કિંગ હાંસલ કર્યું છે. તેણે 2023માં મેન્સ ODI વર્લ્ડ કપની મધ્યમાં બાબરને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.
શ્રીલંકાના સ્પિનર મહેશ થીકશનાએ બોલર્સ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડી દીધો છે. બોલરોની યાદીમાં ટોપ-૧૦માં બે ભારતીય બોલર કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ છે. કુલદીપને એક સ્થાનનો ફાયદો થયો છે. સિરાજ 10માં સ્થાને યથાવત છે.
ઓલરાઉન્ડર્સ રેન્કિંગ 1 ભારતીય
ODI ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ટોપ-5માં કોઈ ફેરફાર થયો નથી. ટોપ-૧૦માં ફક્ત એક ભારતીય રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ટોચ પર યથાવત છે.
રેન્કિંગને લઈને ICC એ શું કહ્યું?
રેન્કિંગને લઈને ICCએ જણાવ્યું હતું કે, 'ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલા રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, પાકિસ્તાન અને દુબઈમાં રમનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી આઠ ટીમો જેવું પ્રદર્શન કરશે? આવું બીજી વખત બન્યું છે કે જ્યારે ગિલે વનડે ક્રિકેટની રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હોય. ગિલે વર્ષ 2023માં પણ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન બાબરને પાછળ ધકેલીને ટોચનું સ્થાન મેળવ્યું હતું.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech