જેતપુરના સાડી ઉદ્યોગના મેલા પાણી પોરબંદરના દરિયામાં વહાવવાની સરકારની મલિન નીતિ સામે શ્રી માછીમાર જાગૃત મંડળ લાલઘુમ બન્યુ છે અને સરકારે ટેન્ડરીંગની પ્રક્રિયા આગળ ધપાવતા ગાંધીભૂમિના લોકો જાગે તેવી પણ અપીલ થઇ છે.
શ્રી માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઇ જુંગીને સાંસદ ડો. મનસુખ માંડવીયાને લેખિત પત્ર પાઠવી જણાવ્યુ છે કે જેતપુર-ઉદ્યોગના ગંદા કેમિકલ્સ યુકત પાણીનો પોરબંદરના સમુદ્રમાં નિકાલ કરવાના ડીપ-એફ્યુલન્સ પ્રોજેકટની યોજના અમલમાં લાવવાના છે. તે બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અમારી સંસ્થા શ્રી માછીમાર જાગૃત મંડળ દ્વારા તા. ૧૫-૧૨-૨૦૨૩ના રજૂઆત કરેલ હતી અને પી.એમ.ઓ. ઓફીસ ફોન આવેલ હતો અને લોકલ સરકાર ઉપરોકત બાબતને હલ કરવાની સુચના આપવા જણાવેલ. પરંતુ ગયે મહિને આપ જેતપુર સાડી ઉદ્યોગપતિને મળેલ હતા અને તેઓએ ખાત્રી આપી હતી કે, પાંચ વર્ષમાં ડબલ ફેકટરી બનાવી આપશુ તે બાબતે જાણવા મળ્યુ તે વાંચીને દરેક માછીમાર દુ:ખી થયો છે.
કારણકે દરરોજ ઉપરોકત યોજના હેઠળ દરિયામાં કેમિકલ યુકત શુધ્ધ, ગંદુ, સમૃધ્ધ લગભગ ૩૮૦૦ કયુબીક લીટર પાણી છોડવાનો તેની સામે પાંચ વર્ષ બમણી ફેકટરી પડશે અને તેવું ગંદુ પાાણી સમુદ્રમા સાતથી આઠ હજાર લીટર કયુબીક લીટર કેમીકલ યુકત ગંદુ પાણી ઠાલવશે અત્યારે ઓખાથી લઇને ઉમરગાવ સુધી માછલીઓ દરિયામાંથી મળતી નથી. માછીમાર ઉદ્યોગ મરણપથારીએ છે અને મંદીની હાલતમાં લગભગ મૃતપ્રાય વધુ થાય અને માછીમાર ઉદ્યોગના નામે લગભગ ૧.૫ કરોડ માછીમાર અને તેમના કુટુંબનું ભવિષ્ય ંધાઇ જશે ! જો જેતપુરનું ગંદુ પાણી શુધ્ધ કરવાની પ્રક્રિયામાં સરકાર કરોડોનો ખર્ચો કરશે અને તે પછી આશરે ૧૦૦ કિ.મી. જેટલી પાઇપલાઇનનો ખર્ચો કરશે અને આ પાઇપલાઇન જોખમી અને લીકેજના કારણે ખેેતીની જમીન ખેડવા લાયક ન રહે અને ખેડૂતોને પણ નુકશાન જાય તે સ્વાભાવિક છે.
આપ પોરબંદરના સાંસદ છો, શ્રી રામભકત અને હનુમાનજીના ભકતો માછીમારો અને તેમના સમાજ અને અમારી સંસ્થા માછીમાર જાગૃત મંડળના ૨૦ હજાર પરિવારે આપને જંગી બહુમતી અને ખોબેખોબા મત આપી જીતાડયા છે. અને અમો ખારવા સમાજનો મોટો ફાળો આપેલ છે. તેમના વિશ્ર્વાસને ઠેસ પહોંચાડશો નહી તેવી આશા. ઉમરગાંવથી ઓખાના ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશનના કારણે જ્યાં પોલ્યુશન નથી તે વિસ્તારમાં જખૌ વિસ્તારમા જવુ પડે છે અને પાણી કરંટના કારણે અને સમુદ્ર ડીમોલીશન ન થવાથી પાકિસ્તાનમાં પકડાય છે અને હજારો માછીમારને જેલમાં સબડવુ પડે છે. અબજો પિયાની માછીમારીને બોટો કબજો કરે છે.
આટલી મુશ્કેલી માછીમારોને હોવા છતાં આપ જેતપુરના સાડી ઉદ્યોગનું ગંદુ પાણી શુધ્ધ કરી દરિયામાં ઠાલવવા માટે ટેન્ડરીંગની પ્રક્રિયા અને કામગીરી શ થઇ ગયેલ છે. જે આર.ટી.આઇ.માં અમોને તમામ માહિતી કાગળ ઉપર અમારી પાસે ઉપલબ્ધ છે. જો ગંદુ પાણી શુધ્ધ થતુ હોય તો આ શુધ્ધ પાણીને નાના-ઉદ્યોગોવાળાને ફેકટરીઓમાં ઉપયોગ કરવા માટે આપો, પાણી કુદરતની દેન છે તે તો ગમે ત્યાં ઉપયોગ થઇ શકશે જેતપુરથી પોરબંદર લાવવાની શું જર?
આપને અપીલ છે કે તાત્કાલીક ધોરણે ડીપ -સી એફલુન્ટ યોજના રદ કરાવવા અપેક્ષા રાખીએ છીએ. અમોને આશા નહી બલ્કે વિશ્ર્વાસ છે કે આપ અમારી આ સમસ્યાને ગંભીરતાપૂર્વક અભ્યાસ કરી યોગ્ય હુકમ અધિકારીઓને તેમજ ટેન્ડરીંગ પ્રક્રિયાના કોન્ટ્રાકટરોને આ પ્રોજેકટ રદ કરવા માટે સૂચના કરશો. તેવી આશા સાથે શ્રી માછીમાર જાગૃત મંડળના પ્રમુખ જીવનભાઇ જુંગીએ સાંસદને રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech