ટીપી બ્રાન્ચમાં કમૂરતા ઉતર્યા; ફાઇલોનો નિકાલ શરૂ

  • March 13, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા દસેક મહિનાથી ઠપ્પ થયેલી ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની કામગીરી ધીમી ગતિએ આગળ ધપવા લાગી છે. વચેટિયા, ટાઉટ કે એજન્ટ ગાયબ થઇ ગયા છે અને આર્કિટેકટસ સાથે જ સીધો વ્યવહાર થવા લાગતા પરિસ્થિતિ થાળે પડવાની શઆત થઇ છે. ખાસ કરીને ઇમ્પેકટ ફીની સ્કિમ હેઠળ મુકવામાં આવતી અરજીઓની ફાઇલોની હાલ સુધી ટીપી બ્રાન્ચ અને ફાયર બ્રિગેડ વચ્ચે ફેંકાફેંકી થતી હતી, ટીપી સ્ટાફ પહેલા ફાયર એનઓસી માંગતો હતો અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ પહેલા એપ્રુવ્ડ પ્લાન માંગતો હતો આથી આ બન્ને બ્રાન્ચ વચ્ચે ફાઇલો ફંગોળાતી હતી. કમિશનર તુષાર સુમેરાએ પરિસ્થિતિ પારખીને આવું ન થાય તે માટેની માર્ગદર્શિકા સાથેનો પરિપત્ર પ્રસિધ્ધ કરતા હવે ફેંકાફેંકી બધં થઇ છે.
ટીપી બ્રાન્ચમાં નયા દૌરની શઆત થઇ ચુકી છે, હવે ટીપી સ્ટાફ, મ્યુનિ.કમિશનર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, શહેર ભાજપ પ્રમુખ સહિત બધા જ નવા ચહેરા છે ત્યારે નવી ટીમએ પ્રશ્નોનો નિકાલ શ કર્યેા છે. તાજેતરમાં પાંચ–સાત ફાઇલોનો નિકાલ થતા બિલ્ડર લોબીના જીવમાં જીવ આવ્યો છે. રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન, રાજકોટ રિયલ ડેવલપર્સ એસોસિએશન સહિતના સંગઠનો દ્રારા સ્થાનિકથી લઇને સરકાર સુધી લગાતાર રજૂઆતો કરાઇ હતી ત્યારબાદ હવે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ પ્લાન મંજૂરી માટે ઇનવર્ડ થયા છે? અને તે પ્લાનમાંથી કેટલા મંજૂર કરવામાં આવ્યા છે? તેમાંથી કેટલા પ્લાનને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? અને કેટલા પ્લાન પેન્ડિંગ છે? તે માહિતી કવાર્ટરલી બેઝ ઉપર જમીન માલિકોના નામ સાથે ઝોન વાઈસ પ્લાન ઇન વર્ડ થયા તારીખ, મંજુર થયાની તારીખ, કમ્પ્લીસનની તારીખની સંપૂર્ણ માહિતી સાથેની વિગતો આપવી. તદઉપરાંત (૨) નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ અને ૨૦૨૪–૨૫માં કુલ જેટલા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોય અને તેમાં નિયમ અનુસાર ની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોય તેમ છતાં એલ ૧ બીડર કે એચ ૧ બીડરને તેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી તેવા દરેક ટેન્ડરની સંપૂર્ણ વિગત, એટલેકે જે તારીખે ટેન્ડર ખુલ્યું હોય તે તારીખ અને એલ ૧ કે એચ ૧ બીડરના નામ સાથે ની અને રકમ સાથેની તેમજ કામના પ્રકારની વિગતો આપવી તેમજ (૩) નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪ અને વર્ષ ૨૦૨૪–૨૫માં સ્થાયી સમિતિ દ્રારા જે કામની ખર્ચની રકમ મંજુર કરવામાં આવી છે તે મંજુર થયેલ રકમ કરતા ૧૦ ટકાથી વધુ ખર્ચ વધતો હોય તેવા દરેક ટેન્ડરની મંજુર થયેલ બીડરનું નામ અને બીડરને વધારાની કેટલી રકમ ચૂકવવામાં આવેલ છે કે ચુકવવાની બાકી છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપવી સહિતના સવાલો ઉઠાવ્યા છે

મહાનગરપાલિકામાં ચૂંટણી વર્ષની ચિંતા

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ પ્રશ્નો ઉકેલવા ચિંતિત છે ખાસ કરીને આગામી વર્ષએ ચૂંટણી વર્ષ હોય કોઇ પ્રશ્નો પેન્ડિંગ ન રહી જાય તેની પુરતી તકેદારી લેવાઇ રહી છે, હોળાષ્ટ્રક બાદ ટૂંક સમયમાં શહેર ભાજપ સંગઠનની નવી ટીમ કાર્યરત થયા બાદ વધુ જોશભેર કામગીરી શ થશે.

રૂડા કચેરી પણ ફરી ધમધમવા લાગી
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ડાના ચેરમેન પણ હોય તેમજ ચાર્જ સંભાળ્યો ત્યારથી મતલબ કે છેલ્લા બે મહિનાથી દર શુક્રવારે ડા કચેરીમાં અચૂક હાજરી આપતા મહાપાલિકાની જેમ જ ડા કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ પણ ફરી ધમધમવા લાગી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News