સિહોરમાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે. ત્યારે તમાકુ નિયંત્રણ સ્કાવડ દ્વારા ૬ દુકાનધારકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી ને દંડની વસુલાત કરવામાં આવી હતી.
તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સિહોર ખાતે શહેરના વિવિધ વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૬ જેટલા દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે. અને ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુનું વેચાણ- ખરીદી એ દંડનીય ગુનો છે. અને સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે. એવું લખાણ સાથે નિદષ્ટ આરોગ્ય- વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટમા ૮૫% ભાગમાં "તમાકુ જીવલેણ છે. ’તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે. તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમા એપિડેમિક મેડીકલ ઓફિસર, પોલીસ વિભાગ, કાઉન્સેલર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજાઓથી ભરપુર ૨૦૨૫ જેમાં આવી રહ્યાં છે લોંગ વીકએન્ડ
December 21, 2024 05:12 PMરાજ્યની તમામ ૧૧૨ SDPO-ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરાશે
December 21, 2024 05:11 PMહવે જૂની કારના વેચાણ પર 18% GST... કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય, જાણો શું થશે અસર
December 21, 2024 04:46 PMઓસ્ટ્રેલિયન મીડિયા તો ભારતની ટીમ પાછળ પડી ગયું, રવિન્દ્ર જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હંગામો
December 21, 2024 03:59 PMચાર્જેબલ FSI પર ૧૮ ટકા જીએસટી લાગશે
December 21, 2024 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech