હરિયાણાના અંબાલામાં એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. એક રિટાયર્ડ આર્મી સુબેદારે કથિત રીતે પોતાના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી હતી. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના રવિવારે રાત્રે બની હતી. મૃતકોની ઓળખ 65 વર્ષીય માતા સરોપી દેવી, 35 વર્ષીય ભાઈ હરીશ કુમાર, હરીશની પત્ની સોનિયા (32 વર્ષ), પુત્રી યાશિકા (5 વર્ષ) અને 6 મહિનાના પુત્ર મયંક તરીકે થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું કે આરોપીનું નામ ભૂષણ કુમાર છે. તે રાત્રે તેણે સૌથી પહેલા તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ પછી તેણે એક પછી એક આખા પરિવારની હત્યા કરી નાખી. તેણે મૃતદેહોને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. ભૂષણે તેના પિતા અને ભાઈ હરીશની મોટી પુત્રી પર પણ હુમલો કર્યો હતો. તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે જમીન બાબતે ઝઘડો થયો હતો. નારાયણગઢના રતૌરમાં એક જમીન હતી જેના પર બંનેનો દાવો હતો. પોલીસે જણાવ્યું કે ઘટના બાદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આરોપી ભૂષણ કુમાર હાલ ફરાર છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના ગ્રામ્યપંથકમાં નવ કરોડથી વધુના રસ્તાના થયા ખાતમુહૂર્ત
December 23, 2024 02:27 PMજેતપુરના કેમિકલયુકત પાણી સમુદ્રમાં જશે તો દરિયો માછલા વિહોણો બની જશે
December 23, 2024 02:25 PMગુજરાત ખારવા સમાજનો નગારે ઘા, ૨૬ ડિસેમ્બરે ગુજરાત બંધ
December 23, 2024 02:23 PMએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech