એક..દો..તીન..ચાર..શોએબ મલિક ચોથા લગ્નની તૈયારીમાં
પાકિસ્તાની ક્રિકેટર એક્ટ્રેસ ફ્લર્ટી વલ સઈદને ફ્લર્ટી મેસેજ કરી રહ્યો છે
શોએબ મલિકે તાજેતરમાં સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યા છે. શોએબ પર ત્રીજા લગ્ન પછી પણ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કરવાનો આરોપ છે. હવે આ પાકિસ્તાની ક્રિકેટર પર અન્ય એક્ટ્રેસને ફ્લર્ટી મેસેજ મોકલવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. જાન્યુઆરી 2024માં શોએબે પોતાના ત્રીજા લગ્નની તસવીરો શેર કરીને બધાને હેરાન કરી દીધા હતા. સાનિયા મિર્ઝાથી છૂટાછેડા બાદ શોએબે ત્રીજી વખત પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ સના જાવેદ સાથે લગ્ન કર્યા. ત્રીજી વખત લગ્ન કરવાને કારણે શોએબને પણ ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર ક્રિકેટર ચર્ચામાં આવી ગયો છે. શોએબ પર ત્રીજા લગ્ન પછી પણ એક્ટ્રેસ સાથે ફ્લર્ટ કરવાનો આરોપ છે.
નવલ સઈદને ફ્લર્ટી મેસેજ મોકલી રહ્યો છે શોએબ મલિક?
પાકિસ્તાની એક્ટ્રેસ નવલ સઈદ હાલમાં જ પાકિસ્તાનમાં રમઝાનના શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચી હતી. આ દરમિયાન હોસ્ટે તેને પૂછ્યું કે શું તેને એક્ટર્સ તરફથી ફ્લર્ટ મેસેજ આવે છે? આ સવાલના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે તેને જે મેસેજ આવે છે તેમાંથી મોટાભાગના ક્રિકેટરોના હોય છે. આ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. નવલ સઈદે કહ્યું કે તેને ક્રિકેટરો તરફથી મેસેજ મળી રહ્યા છે અને તે યોગ્ય નથી લાગતું. તેણે કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓએ યોગ્ય વર્તન કરવું જોઈએ.
આ પછી હોસ્ટે તેને પૂછ્યું કે શું નસીમ શાહ તે ખેલાડી છે જે તેને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલે છે. આ સાંભળીને એક્ટ્રેસે હસવા લાગી અને કહ્યું કે ક્રિકેટર સિંગલ નથી. જ્યારે હોસ્ટ નાદિયા ખાને તેને સીધું પૂછ્યું કે શું તે શોએબ મલિક છે, તો નવલે આના પર કંઈ કહ્યું નહીં પરંતુ શોએબનું નામ સાંભળીને તેણે હસીને સવાલ ટાળ્યો. બાદમાં એક્ટ્રેસ હસવા લાગી.
નવલ સઈદના શોનો વીડિયો થયો વાયરલ
આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોને લાગે છે કે શોએબ મલિક નવલને ફ્લર્ટી મેસેજ મોકલી રહ્યો છે. 25 વર્ષની નવલ સઈદે પણ શોમાં કહ્યું હતું કે તે પોતાની સુંદરતાના વખાણ કરતા ક્રિકેટરોના આ મેસેજના સ્ક્રીનશોટ્સ રાખે છે.
કોણ છે નેવલ સઈદ?
નવલ સઈદ પાકિસ્તાનની ફેમસ એક્ટ્રેસ છે. તેણે વર્ષ 2017માં ‘યકીન કા સફર’માં એક નાનકડો રોલ કર્યો હતો અને આ સાથે જ તેની એક્ટિંગ કરિયરની પણ શરૂઆત થઈ. આ પછી તેણે ‘ઈઝાબાન’, ‘ફરિયાદ’, ‘સિતમ’, ‘દિલ એ વીરાન’, ‘દાગ એ દિલ’ અને ‘માહ એ તમામ’ જેવા શોમાં પોતાની શાનદાર એક્ટિંગ કુશળતા સાબિત કરી. હાલમાં નવલ ‘જાન-એ-જહાં’ શોમાં જોવા મળે છે. આ શોમાં તે એક વિધવાના રોલમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech