મોદી સરકારમાં શિવરાજ સિંહ ચૌહાણનું કદ વધ્યું! PMએ સોંપી મોટી જવાબદારી

  • October 21, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક મોનિટરિંગ જૂથની રચના કરી છે, જે વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલી યોજનાઓ અને કેન્દ્રીય બજેટ અને પ્રોજેક્ટ્સના અમલીકરણની સમીક્ષા કરશે.


આ મોનિટરિંગ જૂથની પ્રથમ બેઠક 18 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન કાર્યાલય (PMO)માં યોજાઈ હતી. જેમાં રેલવે બોર્ડના અધ્યક્ષ સહિત ભારત સરકારના તમામ સચિવોએ હાઈબ્રિડ મોડમાં બેઠકમાં હાજરી આપી હતી. શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સાઉથ બ્લોક સ્થિત પીએમઓમાં દર મહિને મોનિટરિંગ જૂથની બેઠક મળશે, જેમાં તમામ સરકારી યોજનાઓની સમીક્ષા અને અમલ કરવામાં આવશે.


શિવરાજ સિંહ ચૌહાણ પ્રોજેક્ટ પર રાખશે નજર

બેઠકમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીએ શિવરાજ સિંહ ચૌહાણને 2014માં તેમના નેતૃત્વમાં પ્રથમ એનડીએ સરકારની રચના બાદથી જાહેર કરાયેલા પ્રોજેક્ટ્સ પર દેખરેખ રાખવાની જવાબદારી આપી છે. વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલી વિવિધ યોજનાઓ માટે નોડલ ઓફિસર તરીકે કામ કરી રહેલા અધિકારીઓને પણ બેઠકમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.


મોનિટરિંગ ગ્રુપ આ પ્રોજેક્ટ્સ પર રાખશે નજર

આ મોનિટરિંગ ગ્રુપને લઈને સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ શિવરાજ સિંહ ચૌહાણ વડાપ્રધાનના પોર્ટલ પર ઉપલબ્ધ દરેક યોજના પર નજર રાખશે. આ દરમિયાન સચિવ શિવરાજ સિંહ ચૌહાણને તે પ્રોજેક્ટ્સ વિશે પણ માહિતી આપશે જે પાછળ છે.


પીએમ મોદી યોજનાઓના અમલીકરણમાં વિલંબથી ચિંતિત


મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી રોજબરોજના વહીવટ અને વૈશ્વિક મામલામાં વ્યસ્ત રહેવાના કારણે સરકારી યોજનાઓના અમલીકરણમાં થઈ રહેલા વિલંબને લઈને ચિંતિત છે. આ વાત તેમણે ઘણી સભાઓમાં કહી છે. ત્યારે એવું માનવામાં આવે છે કે પીએમ મોદીએ એક મોનિટરિંગ ગ્રુપ બનાવ્યું છે, જેના અધ્યક્ષ શિવરાજ સિંહ ચૌહાણ છે. શિવરાજ સિંહ ચૌહાણને એક કાર્યક્ષમ પ્રશાસક તરીકે જોવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News