ઓમાન પાસે એક જહાજે જળસમાધી લઈ લીધી હોવાના અહેવાલો સાપડયા છે. જેમાં ૧૩ ભારતીય સહિત ૧૬ ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા તે તમામ લાપતા બન્યા છે, જેમની શોધખોળ શ કરવામાં આવી છે. આ જહાજ યમન તરફ જઈ રહ્યું હતું.ઓમાનના મેરીટાઈમ સિકયોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ ટેન્કરનું નામ પ્રેસ્ટિજ ફાલ્કન હોવાનું કહેવાય છે, જેના પર સવાર ૧૬ ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ ઓઈલ જહાજ પર સવાર ૧૬ ક્રૂ મેમ્બર્સમાંથી ૧૩ ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે, પરંતુ તેઓ કયાં અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી નથી.આ ઓઈલ જહાજ પૂર્વ આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લઈને જઈ રહ્યુ હતું. મંગળવારે આ ઓઇલ ટેન્કર ઓમાનના મુખ્ય ઔધોગિક દુકમ બંદર નજીક ડૂબી ગયું હતું અને ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.
આ જહાજ યમન તરફ જઈ રહ્યું હતું, ત્યારે તે દુકમ બંદર પાસે પલટી ગયું. ટેન્કર પલટી જવાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શ કરી હતી, પરંતુ તાજેતરની માહિતી અનુસાર ટેન્કરમાં સવાર લોકો વિશે કઈં જ જાણવા મળ્યું નથી. મીડિયા રિપોટર્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે ટેન્કર ડૂબી ગયું છે તે લગભગ ૧૧૭ મીટર લાંબુ છે અને તેને વર્ષ ૨૦૧૭માં બનાવવામાં આવ્યું હતું.મેરીટાઈમ સેટી સેન્ટરે ટીટ કરીને માહિતી આપી છે કે કોમોરોસ લેગવાળું ઓઈલ ટેન્કર રાસ મદરાકાહથી ૨૫ નોટીકલ માંઈલ દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું છે. તેની તપાસ અને રાહત બચાવ માટે જરી માર્ગદર્શિકા મુજબ તપાસની કામગીરી શ કરી દેવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેફરીઝે કહ્યું- ભારત મજબૂત છે: દેશના અર્થતંત્ર-શેરબજારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
May 09, 2025 11:05 AMબિલ ગેટ્સ વધુ ૧૦૭ બિલિયન ડોલરની સંપત્તિ દાનમાં આપશે
May 09, 2025 11:02 AM"ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર શાખા ખાતે રેડ ક્રોસ રથનું આગમન"
May 09, 2025 10:59 AMયુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 10:55 AMઆ તો શરૂઆત છે, લાંબા સમય સુધી તૈયાર રહો: પીએમ મોદીએ સરકારી વિભાગોને આપી સૂચના
May 09, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech