વસંતપંચમીના પર્વ પર 5 નવતનપુરી ધામના નૂતન મંદિરે શિલા મહાપૂજા

  • February 03, 2025 12:04 PM 
  

જામનગરમાં આવેલ  કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરનું 400 વર્ષ બાદ 2024માં અક્ષય તૃતીયા-અખાત્રીજના શુભ દિવસે શિલાન્યાસ સંપન્ન થયા બાદ વસંતપંચમીના પાવન અવસરે શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના જગદ્દગુરુ આચાર્ય અનંત વિભૂષિત કૃષ્ણમણીજી મહારાજ, 5 મહામંગલ પૂરી ધામ- સુરતના આચાર્ય 108 સૂર્યનારાયણજી મહારાજ સહિતના અનેક સંતો મહંતો અને સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થિતિમાં શિલા મહાપૂજા કરવામાં આવી હતી.



આ પ્રસંગે પ્રણામી ધર્મના અનુયાયીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે દાતા પરિવાર અને ઉપસ્થિત રહેલા સુંદરસાથ ભાવિકોએ શિલા સ્થાપન વેળાના સાક્ષી પણ બન્યા હતા. તેમ પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application