જિલ્લા પંચાયત ભવન રેસકોર્સ રોડ ખાતે નવા નિમર્ણિ પામનાર ભવનની કામગીરીનાં ભાગરૂપે કેમ્પસમાં આવેલ વૃક્ષોને નષ્ટ ન કરતા પયર્વિરણ જાગૃતિનાં ભાગરૂપે આ વૃક્ષોનું આજ કેમ્પસમાં અન્ય જગ્યાએ રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું.
જયારે કોઈ બિલ્ડીંગ બનાવવાના હોય કે મોટા પ્રોજેક્ટ હાથ ધરવાના હોય ત્યારે વૃક્ષોનું નિકંદન નીકળી જતું હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતે વૃક્ષ શિફ્ટિંગ માટે વન વિભાગનો સંપર્ક સાધીને તેમની પાસેની આધુનિક ટેકનોલોજી, મશીનરી અને ટ્રેઇન્ડ સ્ટાફનો ઉપયોગ કરી તોતિંગ વૃક્ષો શિફ્ટ કરાવ્યા હતા.
જિલ્લા પંચાયતના પદાધિકારીઓના જણાવ્યા મુજબ 25 જેટલા વૃક્ષ આ કેમ્પસમાં છે. તેમાંથી અતિશય મોટા છે તેવા અમુક વૃક્ષોનું શિફ્ટિંગ થઈ શક્યું નથી. પરંતુ બાકીના તમામનું શિફટીંગ કરી દેવાયું છે.
જિલ્લા પંચાયત બિલ્ડીંગના નિમર્ણિના કારણે જેટલા વૃક્ષો ઓછા થશે તેના કરતાં પાંચ ગણા વધુ વૃક્ષ વાવવામાં આવશે તેવી ખાતરી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ આપી હતી અને તે દિશામાં કામગીરી પણ થઈ રહી છે.
આજે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સદસ્ય અર્જુનભાઈ ખાટરીયા, પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, પરેશભાઈ રાદડિયા, નાયબ કાર્યપાલક ઈજનેર નીરવ પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech