અલગ અલગ બે પ્રતીકાત્મક તસવીરો મૂકી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી
મેટ ગાલા ગ્લેમરની દુનિયામાં એક મોટી અને પ્રખ્યાત ઇવેન્ટ છે. દીપિકા પાદુકોણથી લઈને પ્રિયંકા ચોપરાએ પણ આ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ફેલાવ્યો છે. પરંતુ ફિલ્મ નિર્માતા શેખર કપૂર મેટ ગાલામાં ગુસ્સે થતા જોવા મળ્યા હતા.તેમને બે છોકરીઓની અલગ અલગ બે પ્રતીકાત્મક તસવીરો મૂકી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી છે.મેટ ગાલા 2024 વિશે દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. આ વર્ષે પણ બધા આલિયા ભટ્ટના લુકના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે આલિયાએ મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું. આલિયા, ઈશા અંબાણી અને ઝેન્ડાયાની તસવીરો સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ છે.
શેખર કપૂર ભડક્યા
ફિલ્મમેકર શેખર કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બે તસવીરો શેર કરીને ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચાવી દીધી છે. ફિલ્મ નિર્માતાની પોસ્ટથી સ્પષ્ટ દેખાય છે કે તે મેટ ગાલા ઈવેન્ટથી ઘણો નારાજ છે. તેનું માનવું છે કે એક તરફ ઝેન્ડાયા તેની ગ્લેમરસ સ્ટાઈલને ફ્લોન્ટ કરતી જોવા મળે છે અને બીજી તરફ ગાઝામાં એક છોકરી ભૂખથી પીડાઈ રહી છે. શેખર કપૂરે પહેલા મેટ ગાલાની તસવીર શેર કરી છે અને બીજી સ્લાઈડમાં ગાઝાની એક છોકરીની તસવીર મૂકી છે.
ફિલ્મ નિર્માતા શેખર કપૂરે એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેપ્શનમાં તેણે લખ્યું, આ પોસ્ટમાં બે સંપૂર્ણપણે અલગ તસવીરો જુઓ, હું ગાઝામાં ખોરાક માટે ભયાવહ, ભીખ માંગવા અને ત્યાં ભયંકર દુષ્કાળના ભય પર એક ડોક્યુમેન્ટરી જોઈ રહ્યો હતો, જ્યારે બીજી ચેનલ ન્યૂયોર્ક માટે ચમકી રહી હતી. મેટ ગાલા, ગ્લેમર અને ફેશન માટે ગાંડપણ દર્શાવે છે. ફિલ્મ નિર્માતાની પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, જો તમે બંને તસવીરો ફેરવશો તો તમને લાગશે કે એક ભૂખી નાની છોકરી ઝેન્ડાયા તરફ જોઈ રહી છે. આ એક સંઘર્ષ છે. તે તમને તોડી નાખે છે. તમે કઈ દુનિયામાં રહો છો? શું એક જ વિશ્વની બે સ્વીકાર્ય વાસ્તવિકતાઓ હોય તે ઠીક છે?
શેખર કપૂર પોતાની પોસ્ટમાં ખૂબ જ ગુસ્સામાં દેખાય છે. તેણે આગળ લખ્યું કે, મેટ ગાલા ઈવેન્ટ બતાવવા માટે ચેનલે ગાઝાના વિરોધને નજરઅંદાજ કર્યો છે. તેઓએ આ ગ્લેમરસ ઘટના દ્વારા બહારના સત્યને છુપાવવાનો પ્રયાસ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech