મહારાષ્ટ્રમાં મીરા ભાયંદર વસઈ વિરાર (MBVV) પોલીસે ગયા અઠવાડિયે એક વકીલ વિરુદ્ધ FIR નોંધી છે જેણે રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા YouTuber ધ્રુવ રાઠીનો વીડિયો પોસ્ટ કર્યો હતો.
20 મેના રોજ એડવોકેટ આદેશ બનસોડેએ વસઈ બાર એસોસિએશનના વોટ્સએપ ગ્રુપ પર ધ્રુવ રાઠીના 'માઈન્ડ ઓફ અ ડિક્ટેટર'ના વીડિયોની લિંક શેર કરી હતી. અને લખ્યું હતું કે વોટ આપવા જતા પહેલા આ વિડીયો એકવાર જુઓ. એડવોકેટ આદેશ બનસોડે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશનના મહારાષ્ટ્ર સેક્રેટરી પણ છે. એશોશિએશનના અન્ય વકીલે બંસોડ દ્વારા શેર કરાયેલા "વાંધાજનક" વિડિયો અંગે પોલીસને ફરિયાદ કરી હતી અને પોલીસે 21 મેના રોજ એફઆઈઆર નોંધી હતી.
MBVV પોલીસ કમિશનર મધુકર પાંડેએ 18 મે અને 20 મે વચ્ચે તેમના કમિશનરેટ માટે સામાન્ય ચૂંટણીની કાર્યવાહી સુચારુ આચરણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબંધિત આદેશો જારી કર્યા હતા.
FIR મુજબ આરોપી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો અને તેનો સંદેશ લોકસભા ચૂંટણીના ઉમેદવારો વિશે ખોટા નિવેદનો કરે છે અને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે. આમ પોલીસ કમિશનરના પ્રતિબંધિત આદેશનું ઉલ્લંઘન કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech