લેખિકા તસ્લીમા નસરીનએ તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન તેણે દાવો કર્યેા હતો કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં શરિયત કાયદો લાગુ થઈ શકે છે. એક ઈન્ટરવ્યુમાં જયારે નસરીનને મહિલાઓની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. કટ્ટરપંથી ઇસ્લામવાદીઓના વધતા પ્રભાવથી, મહિલાઓ પર નિયંત્રણો લાદવામાં આવશે, તેમના તમામ અધિકારો છીનવી લેવામાં આવશે અને શરિયત કાયદા દ્રારા તેમને નિયંત્રિત કરવામાં આવશે. તેમણે દાવો કર્યેા હતો કે યુનિવર્સિટીઓમાં છોકરીઓને ડ્રેસ કોડનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
ઈન્ટરવ્યુમાં જયારે પૂછવામાં આવ્યું કે શું શેખ હસીનાના ગયા પછી મહિલાઓ પ્રત્યેના વલણમાં કોઈ બદલાવ આવ્યો છે, તો તેણે હા માં જવાબ આપ્યો. તેણે કહ્યું કે હિજાબ નકાબ બુરખાને ડ્રેસ કોડ તરીકે લાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ બધું સામાન્ય થઈ જશે. તેમણે કહ્યું કે જો શરિયત કાયદો લાગુ થશે તો મહિલાઓને કોઈ અધિકાર નહીં રહે. નસરીને કહ્યું કે અભિવ્યકિતની સ્વતંત્રતા નથી. તેણીએ કહ્યું કે માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને શરિયત કાયદાના અમલ પછી, મહિલાઓ પાસે ટૂંક સમયમાં કોઈ અધિકાર બાકી રહેશે નહીં. તેમણે કહ્યું કે મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર પરિસ્થિતિને વધુ ખરાબ કરશે.
ઓગસ્ટમાં નસરીને કહ્યું હતું કે ઇસ્લામિક દળોએ જેમણે તેને બાંગ્લાદેશમાંથી ભગાડી હતી તેણે જ શેખ હસીનાને દેશ છોડવાની ફરજ પાડી હતી. તસ્લીમાને તેમના પુસ્તક લાના વિરોધને પગલે ૧૯૯૦માં બાંગ્લાદેશમાંથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. નોકરીઓમાં અનામત પ્રથાને લઈને બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો થયા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech