એશિયાના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર રોકેટની ઝડપે વધી રહ્યા છે. છેલ્લા ૩ દિવસમાં જ તેમાં લગભગ ૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. સાહના બીજા ટ્રેડિંગ દિવસે, રિલાયન્સ પાવર શેર અપર સર્કિટ પર પહોંચ્યો અને તેના ૫૨ સાહના ઉચ્ચ સ્તરની નજીક પહોંચ્યો. શેરમાં આ ઉછાળા પાછળનું કારણ એક ડીલને કારણભૂત ગણવામાં આવી રહ્યું છે. અબજોપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરે નાગપુરમાં થર્મલ પાવર પ્રોજેકટ ખરીદવાનો નિર્ણય લીધો છે , જેની માલિકી અનિલ અંબાણીની રિલાયન્સ પાવરની હતી.જેના કારણે રિલાયન્સ પાવરના શેરના ભાવમાં આ તીવ્ર ઉછાળો ત્યારે આવ્યો છે
અનિલ અંબાણીની રિલાયન્સ પાવરનો શેર છેલ્લા ત્રણ ટ્રેડિંગ દિવસોમાં સતત અપર સર્કિટમાં રહ્યો છે અને આ સમયગાળા દરમિયાન તે એકંદરે ૧૫.૭૨ ટકા વધ્યો છે. શેરમાં થયેલા વધારાની અસર કંપનીના માર્કેટ કેપ પર પણ જોવા મળી છે અને તે વધીને ૧૩૮૩૦ કરોડ પિયા થઈ ગઈ છે. નોંધનીય છે કે રિલાયન્સ પાવર શેરનું ૫૨ સાહનું હાઈ લેવલ . ૩૪.૫૪ છે, યારે તેનું ૫૨ સાહનું લો લેવલ . ૧૫.૫૫ છે. વેલ્થમિલ્સ સિકયોરિટીઝના ઇકિવટી સ્ટ્રેટેજીના ડાયરેકટર ક્રાંતિ બાથિનીએ જણાવ્યું હતું કે, અદાણી પાવર નાગપુરમાં રિલાયન્સ પાવરના ૬૦૦ મેગાવોટ થર્મલ પ્લાન્ટને ખરીદવા માટે વાટાઘાટ કરી રહી હોવાના અહેવાલને પગલે તાજેતરમાં શેરમાં હલચલ જોવા મળી હતી. એન્જલ વનના સીનીયર રીસર્ચ એનાલીસ્ટ ઓશો ક્રિષ્ના કહે છે કે છેલ્લા કેટલાક ટ્રેડિંગ દિવસોમાં, રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર વધારો જોવા મળ્યો છે હવે તે . ૪૨–૪૫ની રેન્જમાં પહોંચી શકે છે અને લો લેવલ ૩૨–૩૦ પિયા સુધી જઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech