ઓલ–ટાઈમ હાઈ પર શેર માર્કેટ, જૂન ૨૦૨૫ સુધીમાં સેન્સેકસ જશે ૧,૦૦,૦૦૦ના પાર

  • September 25, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી વિદેશી રોકાણકારો ભારતીય શેર માર્કેટમાં તૂટી પડ્યા છે. શેર માર્કેટમાં તેજી ચાલુ રહેવાની આશા છે. સ્વસ્તિક ઈન્વેસ્ટમાર્ટના પ્રવેશ ગૌરે કહ્યું છે કે, દિવાળી 2025 સુધીમાં સેન્સેક્સ 1,00,000ના આંકડાને સ્પર્શી શકે છે.
પરંતુ માર્કેટ ચક્રિય હોય છે. એટલા માટે વધુ જોખમી વાળી સ્થિતિથી બચવું મહત્વપૂર્ણ છે, કારણ કે, રોકાણકારોએ સંતુલિત દ્રષ્ટીકોણ અપ્નાવો જોઈએ. ત્યાં જ માસ્ટર કેપિટલ સર્વિસીસના વિષ્ણુકાંત ઉપાધ્યાયે કહ્યું કે, એવું લાગે છે કે, માર્કેટ એક પગલું પાછળ અને બે પગલા આગળના સમયમાં છે. અમારુ અનુમાન છે કે, આગામી વર્ષે પ્રથમ 6 માસિક ક્વાર્ટર સુધીમાં સેન્સેક્સ 1,00,000 અંક સુધી પહોંચી જશે.
યૂટીઆઈ એએમસીના ફંડ મેનેજર અમિત પ્રેમચંદાણીએ મ્યૂચ્યુઅલ ફંડ રોકાણકારોને એસઆઈપી ઓન ડિપ્સ રણનીતિ અપ્નાવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, માર્કેટમાં ઘટાડો આવતા રોકાણકારોએ એસઆઈપી રકમ વધારવી જોઈએ. તેમણે કહ્યું કે ઉંચા મૂલ્યાકન છતાં ભારતીય માર્કેટ આકર્ષક બનેલી છે. જેમાં સંભવિત વિદેશી રોકાણમાં વૃદ્ધિ અને મજબૂત માસિક એસઆઈપીથી સમર્થન મળી રહ્યું છે. તાજેત્તરની તેજી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં 50 આધાર અંકોના ઘટાડા અને સરકારના સ્થિર રાજકીય નેતૃત્વને કારણે આવી છે. વિદેશી રોકાણકારોએ આ ત્રિમાસિકમાં અત્યાર સુધીમાં ભારતીય શેર માર્કેટમાં 87,000 કરોડ રુપિયાથી વધુ રોકાણ કર્યું છે, જે જૂન 2023 બાદ કોઈ ત્રિમાસિકમાં સૌથી વધુ રોકાણ છે. ઝડપી ગ્રોથ, ગ્લોબલ ઈન્ડક્સમાં ભારે વધારો અને આઈપીઓ માર્કેટમાં વિદેશી રોકાણ ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેથી માર્કેટમાં તેજી આવી છે. ફેડરલ રિઝર્વએ આ વર્ષે વધુ બે વખત દર ઘટાડવાના સંકેટ આપ્યા, જેનાથી ભારતીય માર્કેટમાં વિદેશી રોકાણ અવધુ તેજીથી આગળ વધી શકે છે.


એમસીએક્સએએ સેબીની સૂચના બાદ ફીના દરમાં કર્યો ફેરફાર
મુંબઈ : ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરનારાઓ માટે ઉપયોગી અપડેટ છે. દેશના સૌથી મોટા નોન એગ્રી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સએ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડ માટે ફીના દરમાં ફેરફાર કર્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એમસીએક્સ) દ્વારા કરવામાં આવેલા ફેરફારો પછી, ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ માટે એક લાખના ટર્નઓવર માટે રૂ. 2.10ની ટ્રાન્ઝેક્શન ફી લાગશે. જ્યારે ઓપ્શન કોન્ટ્રાક્ટ માટે, પ્રીમિયમ ટર્નઓવર વેલ્યુમાં એક લાખ રૂપિયા પર 41.80 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. એમસીએક્સએ એક સર્ક્યુલરમાં નવા ચાર્જીસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે નવા ચાર્જ 1 ઓક્ટોબરથી લાગુ થશે.
માર્કેટ રેગ્યુલેટર સેબીએ એમસીએક્સને એફ એન્ડ ઓ ચાર્જિસ અંગે સૂચનાઓ જારી કરી હતી. સેબીએ તેમને ટાયર્ડ ફી સિસ્ટમને બદલે ફિક્સ્ડ ટ્રાન્ઝેક્શન ફી માળખું અપ્નાવવા કહ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News