લોકસભાની આગામી ચૂંટણીમાં રાજકોટ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર કોણ ? તે મામલે ઘણા સમયથી સસ્પેન્સની સ્થિતિ છે. તેવા વાતાવરણમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજથી બે દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે અને તેના કારણે કોંગ્રેસના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે આ વખતે સેન્સની પ્રક્રિયા હાથ ધરી નથી. કાર્યકરોના- આગેવાનોના અભિપ્રાય તથા સર્વેને આધારે ઉમેદવારો નક્કી કયર્િ છે. આ પરિસ્થિતિમાં આવતીકાલે શક્તિસિંહ ગોહિલ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનોને સાંભળવાના છે તે બાબતને રાજકીય નિરીક્ષકો ભારે મહત્વની ગણાવે છે.
શક્તિસિંહ ગોહિલ આજે બપોરે 4:00 વાગે અમદાવાદ થી નીકળી રાત્રે 8:30 વાગે રાજકોટ આવવાના છે અને 150 ફૂટ રીંગ રોડ પર મુંજકા ચોકડી નજીક આવેલ રેડિયસ પાર્ટી પ્લોટમાં હાથ સે હાથ જોડો અભિયાનના યુ ટ્યુબ એવોર્ડ 2024 ના કાર્યક્રમમાં હાજરી આપશે.
આ કાર્યક્રમ પૂરો થયે શક્તિસિંહ રાત્રી રોકાણ રાજકોટમાં કરશે અને ત્યાર પછી બીજા દિવસે તારીખ 24 ના રવિવારે સવારે 11:00 વાગે 41 જાગનાથ, રેસકોર્ષ, હોટલ લેમન ટ્રી વાળી શેરીમાં નવા શરૂ કરાયેલા કોંગ્રેસ કાયર્લિયમાં સ્થાનિક આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરાયું છે.
રાજકોટનો કાર્યક્રમ પૂરો કરી આવતીકાલે બપોરે 2:00 વાગ્યે શક્તિસિંહ ગોહિલ વાંકાનેર જવાના છે. વાંકાનેર ના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરદાદાના મોટાભાઈ નું અવસાન થયું હોવાથી તેના પરિવારને સાંત્વના આપશે. ત્યાંથી બપોરે 3:30 વાગે વઢવાણ જવા નીકળશે અને ત્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેના અવસાન નિમિત્તે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવશે. વઢવાણનો કાર્યક્રમ પૂરો કરી સાંજે 5:30 વાગે શક્તિસિંહ ગોહિલ સુરેન્દ્રનગર જશે અને ત્યાં નૌશાદભાઈ સોલંકીના કાયર્લિય ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે મિટિંગ કરશે અને સાંજે 07:00 વાગે અમદાવાદ પરત જવા નીકળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech