આખરે આવકવેરા વિભાગમાં બદલી બાદ નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક ધોરણે થઈ ડિપાર્ટમેન્ટ રાહતનો શ્વાસ લીધો છે. તાજેતરમાં આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન વીંગના જોઈન્ટ અને એડિશનલ કમિશનરના બદલીના ઓર્ડરો થયા હતા જેમાં જોઈન્ટ કમિશનર દ્રૌપસિંગ મીના અને આસિસ્ટન્ટ કમિશનર આદર્શ તિવારી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓની ટ્રાન્સફર ના ઓર્ડર સાથે તેમના પોસ્ટિંગ અમદાવાદ ખાતે થયા છે.
તો સાથો સાથ રાજકોટ આવકવેરા વિભાગના મહત્વના ગણાતા તેમજ સર્ચ ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવતા ઇન્વેસ્ટીગેશન વિંગ ના નવા કમિશનર તરીકે અમદાવાદ ઇન્વેસ્ટીગેશનમાં ફરજ બજાવતા શકીલ અન્સારીને રાજકોટ વીંગના વડા બનાવવામાં આવ્યા છે યારે આદર્શ તિવારીની જગ્યાએ ઝૈયમદ અન્સારી ને મુકવામાં આવ્યા છે અને યુનિટ ૨માં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ઉમેશ પાઠક ને ચાર્જ સોંપવામાં આવ્યો છે જેઓ અગાઉ અમદાવાદ ઈન્વેસ્ટિગેશન વીંગમાં જ ફરજ બજાવતા હતા.
આ ઉપરાંત રાજકોટ સેન્ટ્રલ રેન્જમાં જોઈન્ટ કમિશનર તરીકે ચેતરામ મીના કે જેવો અમદાવાદ વીંગમાં ફરજ બજાવી રહ્યા હતા તેમને ચાર્જ આપવામાં આવ્યો છે. ગઈકાલે રાજકોટ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, વાપી સહિત રાયભરમાં જોઈન્ટ અને આસિસ્ટન્ટ કમિશનરના પોસ્ટિંગના ઓર્ડરો થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech