ગરવા ગિરનારને સર કરવા ગઈકાલે ૩૯મી રાય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનોની ચારેય કેટેગરીના ૧૨૦૭ માંથી ૧૧૯૭ સ્પર્ધકોએ ગુલાબી ઠંડીમાં ગિરનારને આંબવા દોટ મૂકી હતી. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે અમરેલીના શૈલેષ વાઘેલા ૫૯ મિનિટ ૧૪ સેકન્ડ, જુનિયર ભાઈઓમાં દાહોદના અજય કુમાર સોલંકી ૧ કલાક ૪ મિનિટ ૨૦ સેકન્ડ, જુનિયર બહેનોમાં કેશોદના દીવરાણા ગામની જશુ ગજેરા એ ૩૭ મિનિટ ૫૫ સેકન્ડ અને સિનિયર બહેનોમાં સુરેન્દ્રનગરના હિંમતનગરની રમતગમત વિકાસ અધિકારી રીંકલ જાડાએ ૩૮ મિનિટમાં ગિરનાર સર કરી વિજેતા થયા હતા. ગઈકાલે યોજાયેલી સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં છેલ્લ ા પાંચ વર્ષથી વિજેતા થતા જુનાગઢના લાલા પરમાર આઠમા ક્રમે વિજેતા થયા હતા. સ્પર્ધામાં પૂર્વ સંપર્ક કાનજીભાઈ ભાલીયાનો ૫૫ મિનિટ ૩૫ સેકન્ડનો રેકોર્ડ અકબધં રહ્યો હતો.
ગઈકાલે સવારે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, ડેપ્યુટી કમિશનર ઝાપડા, જિલ્લ ા રમત ગમત અધિકારી ભૂષણ યાદવ, યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, સ્પર્ધાના રેકોર્ડ હોલ્ડર કાનજીભાઈ ભાલીયા તથા વ્યાયામ શિક્ષકો ટ્રેનરો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રથમ ચરણમાં ભાઈઓ અને બીજા ચરણમાં બહેનોને લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાઈઓ માટે ૫૫૦૦ પગથિયા અંબાજી મંદિર અને બહેનો માટે ૨૨૦૦ પગથીયા માળી પરબ સુધી યોજાયેલી સ્પર્ધામાં ૧૧૯૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં આયુષ હોસ્પિટલના સથવારે ભવનાથ તળેટી ખાતે સૌપ્રથમ વાર સ્પર્ધા દરમિયાન ડીજેના તાલે દેશભકિત અને ફિલ્મી ગીતોના સથવારે સ્પર્ધકોનો ઉત્સાહ વધ્યો હતો. બપોરે મંગલનાથ બાપુના આશ્રમે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. જે પણ સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે અમરેલીના શૈલેષ વાઘેલા, દ્રિતીય ક્રમે ગીર સોમનાથના સીમર ના ધર્મેશકુમાર મેવાડા, ત્રીજા ક્રમે કોડીનારના વીેશ ચાવડા, ચોથા ક્રમે કોડીનારના રમેશ રાઠોડ, પાંચમા ક્રમે જૂનાગઢના પર્વતારોહણ કેન્દ્રના શૈલેષ કામળિયા વિજેતા થયા હતા. જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે દાહોદના અજય કુમાર સોલંકી, દ્રિતીય ક્રમે જૂનાગઢના કેશોદ તાલુકાની દીવરાણા સ્કૂલના જયરાજસિંહ ઝાલા, તૃતીય ક્રમે ઉનાની એચડી સ્કૂલના દિવ્યેશ વાજા, ચોથા ક્રમે કેશોદના દીવરાણા ગામના પીડી શાહ સ્કૂલના કરન ગજેરા, પાંચમા ક્રમે સીમર ગામના વિશાલ સોલંકી, સિનિયર બહેનોમાં હિંમતનગરની જિલ્લ ા રમત વિકાસ અધિકારી રીંકલ જાડા પ્રથમ ક્રમે, દ્રિતીય ક્રમે આણંદની નીતા કઠેસીયા, તૃતીય ક્રમે જૂનાગઢ સહયોગ એકેડમી ની સાયરા કટુરિયા, ચોથા ક્રમે સુપાસીની વાળા પાલ, પાંચમા ક્રમે રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ કર્મીની ફરજ બજાવતા કાજલબેન તલાવડીયા, જુનિયર બહેનોમાં અનોખો ઇતિહાસ સર્જાયો હતો. કેશોદ તાલુકાના દેવરાણા ગામની પીડી શાહ હાઇસ્કુલ ની નવ વિધાર્થીનીઓ જુનિયર ગલ્ર્સ માં વિજેતા થઈ અનોખો રેકોર્ડ કર્યેા હતો. પ્રથમ ક્રમે જશુ ગજેરા, દ્રિતીય ક્રમે દિપાલી ગરચર, તૃતીય ક્રમે જયશ્રી કામરીયા, ચોથા ક્રમે મંજુ ઘુસર, પાંચમા ક્રમે જાનવી ઘરસંડા, છઠ્ઠા ક્રમે આરતી બાલસ, સાતમા ક્રમે કિંજલ ડાકી, આઠમા ક્રમે તૃષા બારીયા, નવમા ક્રમે રાજકોટની દિશા પાનસેરીયા અને દસમા ક્રમે કેશોદની દેવરાણાની સુરૈયા બાનુ બેલીમ વિધાર્થીનીઓ વિજેતા થઈ હતી.
મંગલનાથ બાપુના આશ્રમે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલ રાણા વસ્યા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાપડા, જિલ્લ ા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, જિલ્લ ા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, રમત ગમત અધિકારી ભૂષણભાઈ, સહિતનાઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ક્રમાંકે આવતા વિજેતાઓને .૫૦હજાર, બીજા ક્રમના વિજેતાઓને ૪૦હજાર, ત્રીજા ક્રમે આવતા વિજેતાઓને .૩૦ હજાર તથા ચોથા અને પાંચમા ક્રમે આવેલ સ્પર્ધકોને .૨૦ હજાર ૬થી ૧૦ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકોને ૧૦ હજારની ઇનામી રકમ મળી કુલ ૮.૧૦ લાખ ઉપરાંત શીલ્ડ, પ્રમાણપત્ર, ટ્રોફી સહિતના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઇનામ વિતરણ સમારોહ દરમિયાન ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે રમત ગમત ક્ષેત્રે જૂનાગઢના ખેલાડીઓને પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે જફર મેદાન ખાતે .૧૯ કરોડના ખર્ચે અધ્યતન સ્પોટર્સ સંકુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં એસી ઇકો સ્ટેડિયમ તથા નવા બિલ્ડીંગ બનાવવાની કાર્યવાહી થઈ રહી છે
જૂનાગઢનો દબદબો: કુલ ૪૦ વિજેતાઓમાં જૂનાગઢના ૧૯નો સમાવેશ
ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધામાં વિજય થયેલા ૪૦ સ્પર્ધકો માંથી ૧૯ સ્પર્ધકો જૂનાગઢના જ રહ્યા હતા જેથી હોમ ટાઉન પીચ પર જૂનાગઢના દોડવીરોએ કાઠું કાઢું હતું.
આયુષ હોસ્પિટલ દ્રારા સ્ટેજ શો અને ગિટ અપાઈ
ગિરનાર સ્પર્ધામાં સૌપ્રથમવાર આયુષ હોસ્પિટલની ટીમ દ્રારા સ્પર્ધા પૂર્વે સ્ટેજ શોમાં ડીજેની રમઝટ બોલાવવામાં આવી હતી.આયુષ હોસ્પિટલના ડાયરેકટર ડો ચિરાગભાઈ માકડીયા ના માર્ગદર્શન હેઠળ આદિત્ય ભાઈ દવે, વિનય ભાઈ ચૌહાણ સહિતની ટીમના નિદર્શન હેઠળ ભવનાથ સ્ટેજ ગ્રાઉન્ડ પાસે આયુષ હોસ્પિટલ દ્રારા ડીજેના તાલે હિન્દી અને દેશભકિત ના ગીતો ની રમઝટ બોલાવી હતી જેમાં એ મેરે જમીન, ચક દે ઇન્ડિયા, ભાગ મિલ્ખા, દંગલ , હર ઘર મે બસ એક હી નામ જય શ્રી રામ, સહિતના ગીતો દ્રારા સ્પર્ધકો ઝૂમી ઊઠા હતા. આયુષ હોસ્પિટલ ની તબીબી ટીમોએ પણ એનાઉન્સીંગ અને સ્પર્ધકોને બિરદાવ્યા હતા આ ઉપરાંત આયુષ હોસ્પિટલ દ્રારા તમામ વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો આપી અભિનંદન પાઠવ્યા હતા.
ડો સુભાષ યુનિ.દ્રારા ભાગ લેનાર સ્પર્ધકોને સ્કોલરશિપની જાહેરાત
જૂનાગઢની અગ્રણી ડો સુભાષ યુનિવર્સિટી દ્રારા ગિરનાર આરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ૫૦ ટકા ફી માફી અને વિજેતા થનાર સ્પર્ધકોને સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી રમત ગમત ક્ષેત્રે પણે કે મેં સ્પર્ધકોને બિરદાવ્યા હતા. અને શિક્ષણ ક્ષેત્રે પણ ભવિષ્ય ઉજવળ બને તેવી જાહેરાત કરી અભ્યાસ ક્ષેત્રે પણ વિધાર્થી લક્ષી અભ્યાસમાં કારીકર્દી પ્રા કરે તે માટે જાહેરાત કરવામાં આવી હતી
કેશોદની દીવરાણાની શાળાનો દબદબો
નિયમિત ૫ કિલોમીટરની દોડથી ૯ વિધાર્થીની અને ૩ વિધાર્થી મળી ૧૨ સ્પર્ધક ટોપટેનમાં, રાષ્ટ્ર્રીય સ્પર્ધામાં પણ વિજેતા થવાનું લય પ્રેકિટસ મેકસ મેન પરફેકટ અને મન હોય તો માળવે જવાય 'કહેવત અંતર્ગત કેશોદના દીવરાણા ગામમાં કાર્યરત પી ડી શાહ શાળાના મેનેજમેન્ટની ટીમ દ્રારા રમત ગમત ક્ષેત્રે વિધાર્થીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચે તે માટે સતત તૈયારીઓ કરાવી રહ્યા છે. ગિરનારની સૌથી કઠિન ગણાતી સ્પર્ધામાં શાળા સંકુલના ૧૨ વિધાર્થીઓએ ભાગ લીધો તમામ વિધાર્થીઓ વિજેતા થયા હતા.ઘો ૯ થી ૧૨માં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગણિતના શિક્ષક મિલિંદભાઈ કોટડીયા બે વખત વિધાર્થીકાળમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકયા છે. તેઓના જણાવ્યા મુજબ ગીરનાર સ્પર્ધાના દસ દિવસ પૂર્વે જ વિધાર્થીઓને ગિરનારના પગથિયા પર પ્રેકિટસ કરાવવામાં આવી હતી.તાજેતરમાં જ ઓસમ ડુંગર ચડવાની સ્પર્ધામાં શાળાના ચાર વિધાર્થીઓ વિજેતા થયા હતા.૨ ફેબ્રુઆરીએ યોજાનાર રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધામાં પણ વિધાર્થીઓ વિજેતા થાય તે લય હોવાનું જણાવ્યું હતું. શાળામાં વિધાર્થીઓ રમત ગમત ક્ષેત્રે અલગ અલગ કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતાઓ ભાગ લઈ વિજેતા થઈ રહ્યા છે.તમામ રમતોમાં વિધાર્થીઓ અગ્રેસર રહે તે માટે શાળાના તમામ શિક્ષકોને અલગ અલગ રમતો સોપવામાં આવી છે.વિધાર્થીઓ શારીરિક ફિટનેસ જળવાય તે માટે શિક્ષકોના માર્ગદર્શનમાં વિધાર્થીઓ પ્રેકિટસ શ કરે છે, દૈનિક પાંચ કિલોમીટર દોડ સહિત અન્ય જરી એકસરસાઇઝ કરાવવામાં આવે છે.રાષ્ટ્ર્રીય કક્ષાએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં ભાગ લઈ ચૂકયા છે અને ખેલ મહાકુંભમાં પણ રાય સ્તરે ટોચના સ્થાન મેળવ્યા છે.રાયકક્ષાની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ શાળાના વિધાર્થીઓ ટોચના સ્થાન મેળવવામાં સફળ થયા હતા.
હાલ શરૂ થયેલ ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં પણ વિધાર્થીઓ ભાગ લેશે.
ગીર સોમનાથના ૧૧, રાજકોટના ૪, આણંદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને દાહોદના એક–એક વિજેતા
રાયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચારેય કેટેગરીના ૪૦ વિજેતા સ્પર્ધકોમાંથી સૌથી વધુ જૂનાગઢના ૧૯ અને ગીર સોમનાથ જિલ્લ ાના૧૧ મળી ૩૦ સ્પર્ધકોએ કાઠું કાઢું હતું.યારે બાકી રહેલા ૧૦ સ્પર્ધકોમાં રાજકોટ ,સુરેન્દ્રનગર અમરેલી, છોટાઉદેપુર અને આણંદના સ્પર્ધકોએ સ્થાન મેળવ્યું હતું. સિનિયર ભાઈઓમાં ૫,જુનિયર માં ચાર અને સિનિયર બહેનોમાં બે મળી કુલ ૧૧ સ્પર્ધકો સાથે ગીર સોમનાથ બીજા ક્રમે રહ્યું હતું. અન્ય વિજેતા સ્પર્ધકોમાં રાજકોટના ૪, અમરેલીના બે, દાહોદ–છોટાઉદેપુર અને આણંદ, સુરેન્દ્રનગરના એક– એક સ્પર્ધકો વિજેતા થયા હતા.
૨ ફેબ્રુઆરીએ રાષ્ટ્ર્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા
રાયકક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા સંપન્ન થતાં આગામી ૨ ફેબ્રુઆરીને રવિવારે રાષ્ટ્ર્રીય કક્ષાની સ્પર્ધા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જુનાગઢના ચારેય કેટેગરીના પ્રથમ ૨૫ મળી ૧૦૦ સ્પર્ધકોને સીધી એન્ટ્રી આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશપથ પહેલા અમેરિકન બંધકોને મુક્ત નહીં કરો તો નરકના તમામ દરવાજા ખોલી દઈશ: ટ્રમ્પની હમાસને વોર્નિંગ
January 08, 2025 12:29 PM'લવયાપા' બોક્સ ઓફીસ પર સફળ રહી તો સિગરેટ છોડીશ: આમીર
January 08, 2025 12:24 PMરામ ચરણની 'ગેમ ચેન્જર' હિન્દી માર્કેટમાં દમ નહી બતાવી શકે
January 08, 2025 12:22 PMઆઇકોનિક અભિનેતા અમિતાભ અંધશ્રદ્ધાળુ પણ છે
January 08, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech