શાહરૂખની એક્ટ્રેસ મહિમા ચૌધરીએ કર્યો મોટો ધડાકો
'ફિલ્મ મેકર્સની ડિમાન્ડ વર્જિન હિરોઇનની રહેતી'
1990ના દશકમાં બોલિવૂડને એક એવી એક્ટ્રેસ નામે મહિમા ચૌધરી મળી, જેની ખૂબસૂરતી સામે મોટા-મોટા ડાયરેક્ટર નતમસ્તક હતાં. આ એક્ટ્રેસ જ્યારે હસતી તો તેની સ્માઇલ પર કરોડો લોકોના દિલ આવી જતાં. તેની સુંદર આંખો અને નાની હાઇટ તેની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવતા હતાં. આ એક્ટ્રેસે અજય દેવગણ, સલમાન ખાન, સની દેઓલ, અક્ષય કુમાર, ગોવિંદા અને સંયજ દત્ત જેના સુપરસ્ટાર્સ સાથે સ્ક્રિન પર રોમાન્સ કર્યો હતો. જો કે અફસોસ કે તે ફિલ્મો કરતાં પોતાની પર્સનલ લાઇફના કારણે ચર્ચામાં રહી.
કાજોલ, રવિના ટંડન, જુહી ચાવલા, કરિશ્મા કપૂર, ઐશ્વર્યા રાય, સુષ્મિતા સેન ઉપરાંત, અન્ય એક એક્ટ્રેસ બોલિવૂડમાં પગ મૂકતાંની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાઇ ગઇ હતી. તેની પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.
એક્ટ્રેસ 2016માં આવેલી ફિલ્મ ડાર્ક ચોકલેટમાં જોવા મળી હતી. ત્યારથી એક્ટ્રેસ મોટા પડદાથી દૂર છે. જો કે હવે એવા રિપોર્ટ્સ છે કે તે બહુ જલ્દી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે. દરેક વ્યક્તિ તેના પરત આવવાની રાહ જોઈ રહ્યા છે.
અહીં અમે વાત કરી રહ્યાં છીએ 50 વર્ષની થઈ ચુકેલી ખૂબ જ સુંદર એક્ટ્રેસ મહિમાની. ડાયરેક્ટર સુભાષ ઘાઈએ ફિલ્મ પરદેશમાં મહિમા ચૌધરીને લીડ એક્ટ્રેસ તરીકે કાસ્ટ કરી હતી. આ ફિલ્મ વર્ષ 1997માં રિલીઝ થઈ હતી. આ તેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં મહિમાની જોડી તે સમયના સુપરસ્ટાર રહેલા શાહરૂખ ખાન સાથે બની હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ સાબિત થઈ હતી.આ સાથે તેના ગીતોએ દર્શકો પર એક અલગ જ જાદુ ચલાવ્યો હતો.
પરદેશ ફિલ્મ માટે મહિમાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.શાહરુખ ખાન સાથે મહિમા ચૌધરીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે મહિમાને આ ફિલ્મ તેની સ્માઇલ, ચંચળ આંખો અને નાની હાઇટના કારણે મળી છે. ફિલ્મના ડાયરેક્ટર સુભાષ ઘાઈએ પોતે આ અંગે ખુલાસો કર્યો હતો. આ ત્રણ વસ્તુએ પરદેશમાં ગંગાનું પાત્ર મહિમા ચૌધરીની ઝોળીમાં મૂકી દીધું હતું. તેવામાં ડાયરેક્ટરને ગંગાના પાત્ર માટે જે જોઈતું હતું તે મહિમામાં દેખાતું હતું.
ફિલ્મ પરદેશ બાદ મહિમાએ દિલ ક્યા કરે, ધડકન, દાગ ધ ફાયર, દિલ હૈ તુમ્હારા અને બાગબાન જેવી હિટ ફિલ્મો આપી હતી. ઘણા વર્ષો સુધી બોલિવૂડમાં કામ કર્યા પછી પણ મહિમા ચૌધરીનું સ્ટારડમ ટૂંક સમયમાં ખતમ થઈ ગયું. જ્યારે તેની ફિલ્મો સતત ફ્લોપ થવા લાગી.
કહેવાય છે કે જ્યારે મહિમાનું કરિયર ટોપ પર હતું ત્યારે ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસની તેના જીવનમાં એન્ટ્રી થઇ હતી. બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને અલગ થઈ ગયા. આ પછી મહિમા ચૌધરીએ 2006માં આર્કિટેક્ટ બિઝનેસમેન બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને 11 વર્ષની દીકરી આર્યાના ચૌધરી થઇ. પરંતુ આ લગ્ન પણ લાંબા ટકી શક્યા નહીં અને 2013માં બંને એકબીજાથી અલગ થઈ ગયા.
લગ્ન બાદ મહિમા બોલિવૂડથી દૂર રહી હતી. પરંતુ લગ્ન અને છૂટાછેડા બાદ મહિમા પોતાના નિવેદનોને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે કેવી રીતે ઈન્ડસ્ટ્રી માત્ર ‘વર્જિન’ હિરોઈનોની ડિમાન્ડ કરતી હતી અને જો કોઈનું અફેર હોય તો તેને દરવાજો બતાવી દેવામાં આવે છે. મહિમાનો આ ખુલાસો સાંભળીને બધા ચોંકી ગયા.
એક ઈન્ટરવ્યુમાં મહિમા ચૌધરીએ એક વખત કહ્યું હતું કે આજની એક્ટ્રેસીસને સારા રોલ અને ફી મળી રહ્યાં છે અને તેમને ખૂબ મહત્વ પણ આપવામાં આવે છે પરંતુ પહેલા એવું નહોતું. અગાઉ, કોઈ પણ હિરોઈન કોઈને ડેટ કરવાનું શરૂ કરતી કે તેના લગ્ન કે ડેટિંગના સમાચાર આવતા, તેઓ તે એક્ટ્રેસને ફિલ્મમાં કાસ્ટ કરવામાં અચકાતા હતા. તે સમયે તેઓ ઈન્ડસ્ટ્રીની ‘વર્જિન’ને કાસ્ટ કરવાનું પસંદ કરતા હતા. એક એવી હિરોઈન જેણે ક્યારેય કિસ પણ ન કરી હોય.
મહિમાએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તમે કોઈને ડેટ કરી રહ્યા છો તો ચર્ચાઓ શરૂ થઈ જશે કે ઓહ તે ડેટ કરી રહી છે. જો તમે પરિણીત છો, તો તમારી કારકિર્દી ત્યાં જ સમાપ્ત થઈ જશે. જો તમને બાળક હોય તો સમજી લો કે કરિયરનો કોઈ ચાન્સ નથી. જે સમયે મેં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી તે સમયે હિરોઈનનું મેરિટલ સ્ટેટસ ખૂબ જ મહત્વપૂર્ણ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech