શાહિદ કપૂર રોબોટને પ્રેમ કરશે

  • January 11, 2024 09:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાહિદ ,કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મનું નામ અને  પોસ્ટર રિલીઝ


શાહિદ કપૂર અને કૃતિ સેનન ની રોમોન્ટિક ફિલ્મને લઇને ઘણા સમયથી ચર્ચાઓ થતી હતી. હવે બન્નેની  લવ સ્ટોરીને નામ મળ્યું છે. 

શાહિદ કપૂર કૃતિ સેનન અપકમિંગ મુવી તેરી બાતો મેં એસા ઉલ્ઝા જીયા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું છે.

શાહિદ કપૂર અને કૃતિ સેનન બંનેના ફેન્સ માટે ખુશીના સમાચાર છે. લાંબા સમયથી જેની ચર્ચા થતી હતી એ હવે ફિલ્મના પડદે ઉતરવા જઇ રહ્યું છે. કૃતિ સેનન અને શાહિદ કપૂર લવ સ્ટોરીને છેવટે નામ મળ્યું છે. ફિલ્મ મેકર્સે એમની અપકમિંગ મુવીનું નામ જાહેર કર્યું છે. તેરી બાતો મે એસા ઉલ્ઝા જીયા ફિલ્મમાં શાહિદ અને ક્રિતી રોમોન્ટિક જોડી બનાવશે.જેમાં કૃતિ રોબોટનો રોલ કરવા જઇ રહી છે.


બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ફિલ્મ મેકર્સ નવી જોડી પર દાવ લગાવી રહ્યા છે. કૃતિ સેનન અને શાહિદ કપૂર ની નવી જોડી ટૂંક સમયમાં ફિલ્મના પડદે જોવા મળશે. ફિલ્મ મેકર્સ દ્વારા કૃતિ સેનન અને શાહિદ કપૂર ની રોમેન્ટિક લવ સ્ટોરી તેરી બાતો મે એસા ઉલ્ઝા જીયા ફિલ્મનું પોસ્ટર જાહેર કરાયું છે. અપકમિંગ ફિલ્મના પોસ્ટરમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન બંને રોમેન્ટિક દેખાઇ રહ્યા છે.


કૃતિ સેનન અને શાહિદ કપૂર પહેલી વખત સાથે ફિલ્મ કરી રહ્યા છે. તેરી બાતો મે એસા ઉલઝા જીયા ફિલ્મમાં દર્શકોને નવી જોડી સાથે રોમેન્ટિક લવ સ્ટોરી જોવા મળશે. કૃતિ સેનન અને શાહિદ કપૂર સ્ટાર કાસ્ટની આ ફિલ્મ આગામી 9 ફેબ્રુઆરી 2024 રિલીઝ થશે. ક્રિતી અને શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મને લઇને ફેન્સ ઘણા આતુર છે.

કૃતિ સેનન પણ અપકમિંગ મુવી તેરી બાતો મેં એસા ઉલ્ઝા જીયા ને લઇને ઘણી ઉત્સાહિત છે. શાહિદ કપૂર સાથે પ્રથમ વખત જોડી બનાવવા જઇ રહેલ ક્રિતી સેનન રોમેન્ટિક લવ સ્ટોરીને લઇને ખુશ છે. ક્રિતી સેનને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શાહિદ સાથેની ન્યૂ મુવીનું પોસ્ટર શેયર કર્યું છે. 


કૃતિ સેનન સાથેની શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ તેરી બાતો મેં એસા ઉલઝા જીયા એક અસંભવ પ્રેમ કહાની છે. અમિત જોશી અને આરાધના શાહ દ્વારા લિખિત આ ફિલ્મમાં શાહિદ કપૂરને એક રોબોટ સાથે પ્રેમ થતો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ એક અનોખો અનુભવ કરાવશે એવું કહેવાઇ રહ્યું છે. આ ફિલ્મમાં ક્રિતી સેનન એક રોબોટના પાત્રમાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application