અને...શાહિદ કપૂર સ્ટેજ પરથી ધડામ.....

  • November 23, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો કે લોકોમાં અભિનેતાની ખેલદિલીની ભારે પ્રશંસા


ગોવાના પણજીમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો પ્રારંભ થયો છે, તેની એક સેરીમનીમાં સ્ટેજ પર ડાન્સ કરતી વખતે ધડામ કરતો પડ્યો શાહિદ કપૂર. જો કે અભિનેતા એ પળવાર નો પણ વિલંબ કર્યા વિના ફરી થી ડાન્સ કરવાનું શરુ કરી દેતા લોકો માં અભિનેતાની ખેલદિલી પ્રશંસા પામી છે. 

ગોવાના પણજીમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો રંગારંગ પ્રારંભ થયો. આ ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં હિન્દી ફિલ્મના અનેક સિતારાઓ પહોંચ્યા. અહીંયા સિતારાઓએ પોતાનું શાનદાર પરર્ફોમન્સ આપ્યુ. આ શોમાં ચાર ચાંદ લગાવવા માટે લોકોએ અનેક ઘણી મહેનત કરી હતી. જો કે આ વખતે સોશિયલ મિડીયામાં એક ઇવેન્ટમાં એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્ટેજ પર ડાન્સ કરતા શાહિદ કપૂર ધડામ કરતો સ્ટેજ પરથી પડ્યો. જો કે આ વખતે શાહિદ કપૂરનું રિએક્શન જોઇને અનેક લોકો હેરાન થઇ ગયા.

સામે આવેલા વિડીયોમાં તમે જોઇ શકો છો કે શાહિદ કપૂર ઓલ બ્લેક આઇટફિટમાં સ્ટેજ પર એના ડાન્સરની સાથે ડાન્સ કરતા જોવા મળ્યો. પરંતુ શાહિદ ડાન્સ કરવામાં એટલો મગ્ન હતો કે એને એ વાતની જાણ ના થઇ કે એ ક્યારે સ્ટેજ પરથી પડી ગયો. પરંતુ આ પછી એક્ટરે જે રિએક્શન આપ્યુ એ લોકોનું દિલ જીતી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂરે આ ઘટના પર ધ્યાન આપ્યુ નહીં અને તરત ઉભો થઇ ગયો. શાહિદ પોતાને સંભાળી લે છે અને સ્માઇલ કરીને બીજી વાર ડાન્સ કરવા લાગે છે. જેમ શાહિદ બીજી વાર ડાન્સ કરે છે એ જોઇને દર્શકો પણ એનો ઉત્સાહ વધારે છે. શાહિદનો આ વિડીયો જોઇને તમે પણ બે મિનિટ માટે વિચારમાં પડી જશો. શાહિદ પોતાને કેવી રીતે હેન્ડલ કરી લે છે આ વાત લોકો માટે ખાસ બની રહે છે.


54 મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા સેરેમની 28 નવેમ્બર સુધી ચાલશે. ફિલ્મ મહોત્સવનું આયોજન ગોવા સરકારના સહયોગથી કેન્દ્ર સરકારની સુચના અને પ્રસારણ મંત્રાલયના અધીન ફિલ્મ સમારોહ નિર્દેશાલય તરફથી કરવામાં આવે છે. આ વખતે ઇવેન્ટમાં 250 ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે. આ સાથે સ્ટાર્સને એવોર્ડ પણ આપવામાં આવશે. આ વખતે ઓટીટી એવોર્ડની પણ શરૂઆત થઇ ગઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application