સ્વિટ્ઝર્લેન્ડમાં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં બનેલી ઘટનાથી ફેન્સ નારાજ
શાહરૂખ ખાનને સ્વિટ્ઝર્લેન્ડમાં લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ડો અલા કેરીએરા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે આ ઈવેન્ટનો શાહરૂખનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો જોવા મળી રહ્યો છે.
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે શાહરુખને સ્વિત્ઝર્લેન્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં, તેણે લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને પાર્ડો અલા કેરીએરા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ કિંગ ખાનના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. હવે કેટલાક લોકો શાહરૂખને ટ્રોલ પણ કરી રહ્યા છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં શાહરૂખ રેડ કાર્પેટ પર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક વૃદ્ધ માણસ ફ્રેમમાં આવી રહ્યો હતો. ત્યારે શાહરૂખ તેની નજીક જાય છે અને તેમને પુશ કરી દે છે અને પછી તેની જગ્યાએ પાછો આવે છે અને પોઝ આપવા લાગે છે. હવે આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો કહે છે કે વૃદ્ધ શાહરુખનો જૂનો મિત્ર છે અને શાહરુખે મજાકમાં તેને ધક્કો માર્યો હતો. પણ યુઝર્સ શાહરુખની આ હરકતથી ગુસ્સે થયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.
આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ શાહરૂખ ખાનની ટીકા થઈ રહી છે અને નેટીઝન્સ તેને ‘અહંકારી’ તરીકે ટેગ કરી રહ્યા છે. બીજી તરફ, અભિનેતાના કેટલાક ચાહકો તેના સમર્થનમાં આવ્યા અને ખુલાસો કર્યો કે વૃદ્ધ વ્યક્તિ શાહરૂખના જૂના મિત્રોમાંથી એક છે અને તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. એક યુઝરે લખ્યું- ખરેખર, આ કોઈ રમતિયાળ વર્તન નહીં પરંતુ શાહરૂખનો અહંકાર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોટીલાનાં સણોસરા આરોગ્ય કેન્દ્રમાં લોલમલોલ: અનેક ગેરરીતિ સામે આવી
May 09, 2025 11:41 AMજામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યું હોવાની ઘટના અફવા
May 09, 2025 11:40 AMજામનગરની જી.જી હોસ્પિટલ હાઈ એલર્ટની તૈયારીમાં
May 09, 2025 11:36 AMજામનગરમાં રતનબાઇની મસ્જિદ પર ઓપરેશન સિંદૂરના બેનર લગાવવામાં આવ્યા
May 09, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech