શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયા ફરી વિવાદમાં

  • September 05, 2024 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નેટફ્લિક્સ પર અનુભવ સિંહાની વેબ સિરીઝ આઈસી 814 રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝ રિલીઝ થતાંની સાથે જ વિવાદોમાં આવી હતી. તેની પાછળનું કારણ આતંકવાદીઓના નામ જે દર્શાવવામાં આવ્યા હતા એ હતું. તો બોલિવુડની વધુ એક ફિલ્મ 17 વર્ષ બાદ વિવાદોમાં આવી છે .શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયા વિવાદમાં આવી છે . આ ફિલ્મ ખુબ જ હિટ રહી હતી. આજે પણ ચાહકો આ ફિલ્મને જોવાની પસંદ કરે છે. પરંતુ તમને આ ફિલ્મ વિશે એક સત્ય જણાવીએ. વર્ષ 2007માં એક બોલિવુડ ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ રીલિઝ થઈ જેનો હીરો ‘શાહરુખ ખાન’ હતો.ફિલ્મમાં તેનું નામ ‘કબીર ખાન’ હતું અને આ ફિલ્મમાં તે હોકીનો કોચ બન્યો હતો.આ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ હતી, સમગ્ર ફિલ્મમાં હીરોને ‘મુસ્લિમ’ હોવાના કારણે દેશભક્ત બતાવવામાં આવ્યો હતો.

આતંકવાદીઓના નામ પર વિવાદ
વાસ્તવિક પાત્ર જેના પર આ ફિલ્મ આધારિત છે તે હોકી ખેલાડીનું નામ મીર રંજન નેગી છે જે એક હિંદુ છે.હવે સવાલ એ છે કે આ પાત્રને ફિલ્મમાં મુસ્લિમ કેમ દેખાડવામાં આવ્યો હતો. આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર એ વાતને લઈને છે કે, જો વેબ સિરીઝ આઈસી 814 ધ કંધાર હાઈજેકમાં આતંકવાદીઓના નામ હિન્દુ નામ પર રાખવામાં આવ્યા છે. જેમાં આતંકવાદીઓના નામ શંકર અને ભોલા રાખવામાં આવ્યા છે. જેના કારણે હોબાળો મચી ગયો હતો. જો ખરાબ કામ દેખાડવું હોય તો હિન્દુઓના નામ રાખવાના તેમજ કોઈ સારું કામ દેખાડવાનું હોય તો તેના પાત્રને મુસ્લિમ દેખાડવાના.


17 વર્ષ બાદ ચક દે ઈન્ડિયા વિવાદમાં
ચક દે ઈન્ડિયામાં જેના પર ફિલ્મ બનાવવામાં આવી છે. તેના નામનો ઉલ્લેખ તો ન કરવામાં આવ્યો પરંતુ મુસ્લિમ વ્યક્તિનું નામ રાખવામાં આવ્યું હતુ. હવે સોશિયલ મીડિયા પર એ ચર્ચા થઈ રહી છે કે,શું જાણી જોઈને આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. શું ઈતિહાસ તેમજ ફિલ્મોના માધ્યમથી વામપંથીઓ રમત રમી રહ્યા છે.
નેટ્ફ્લિકસની વેબ સિરીઝ આઈસી 814 ધ કંધાર હાઈજેકમાં આતંકવાદીઓના નામ શંકર અને ભોલા રાખવામાં આવ્યા હતા. જેના કારણે હોબાળો મચ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News