રાજધણી નવી દિલ્હીમાં અચાનક જોરદાર આંધી અને તોફાની વરસાદ ત્રાટકયો હતો પવનની ગતિ એવી હતી કે જાણે મેટ્રો પણ એક ક્ષણ માટે થંભી ગઈ હોય. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પવનની ઝડપ ૭૦ કિલોમીટરની આસપાસ હતી. દિલ્હીની સાથે ગાઝિયાબાદમાં પણ વરસાદ પડો હતો.રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાએ દિલ્હીમાં હવામાનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. પવનની ગતિ એટલી બધી હતી કે મેટ્રોના પૈડા થંભી ગયા. દિલ્હીની સાથે નોઈડામાં પણ તોફાન જોવા મળ્યું હતું.
ભારે પવન અને વાવાઝોડાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. જોરદાર વાવાઝોડાની અસર પશ્ચિમ દિલ્હીમાં સૌથી વધુ જોવા મળી હતી.
વાવાઝોડાની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વાવાઝોડાની ઝડપ એટલી ઝડપી હતી કે મેટ્રો પણ હલી ગઈ હોય તેવું લોકોને લાગ્યું. ટ્રેનને શાક્રી પાર્ક મેટ્રો સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી
નોઈડા: લોખંડનું શટર પડ્યું: ચાર મજૂરો દટાયા
ઉત્તર પ્રદેશના નોઈડામાં શુક્રવારે મોડી રાત્રે જોરદાર વાવાઝોડાને કારણે એક ઈમારતમાં સમારકામ માટે લગાવવામાં આવેલ લોખંડનું શટર પડી ગયું હતું. તેની નીચે ચાર મજૂરો દટાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, નોઈડાના સેકટર ૬૨માં એલઆઈસી બિલ્ડીંગ પાસે સ્થિત એક ઈમારતમાં સમારકામ માટે લગાવવામાં આવેલ લોખંડનું શટરિંગ પડી ગયું હતું. તેની નીચે ચાર મજૂરો દટાયા હતા. પોલીસે જણાવ્યું કે કામદારોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે
૯ લાઈટને એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી
ખરાબ હવામાનને કારણે શુક્રવારે મોડી સાંજે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી નવ લાઈટસનું ડેસ્ટિનેશન બદલવામાં આવ્યું હતું.અધિકારીએ જણાવ્યું કે કેટલીક લાઈટને જયપુરના એરપોર્ટ પર મોકલવામાં આવી હતી. મોડી સાંજે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ અને વરસાદ થયો હતો. ધૂળના તોફાનને જોતા હવામાન વિભાગે લોકોને ઘરની અંદર રહેવા અને બિનજરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે
દ્રારકા વળાંક પર સાઈનબોર્ડ પડી ગયું, બે વાહનને નુકસાન
વાવાઝોડા અને ગાજવીજ દરમિયાન દ્રારકા મોર વિસ્તારમાં એક મોટું 'સાઇન બોર્ડ' પડી ગયું હતું. જેની સાથે અથડાતાં એમ્બ્યુલન્સ સહિત બે વાહનોને નુકસાન થયું હતું. દિલ્હી ફાયર સર્વિસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી લગભગ ૧૦.૧૫ વાગ્યે મળી હતી, ત્યારબાદ બે ફાયર એન્જિન ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા હતા.અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થવાની સંભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં કૌટુંબિક ભાઈની હત્યા કેસના મનદુ:ખમાં યુવકને કારમાં ઉપાડી જઇ નવ શખસોનો હુમલો
December 23, 2024 11:20 AMશ્રી ઓમકારેશ્વર મંદિર ખાતે મહારુદ્રયાગ યજ્ઞ યોજાયો
December 23, 2024 11:20 AMહરીપર પાસે સોલાર પ્લાન્ટમાં થયેલી બે લાખના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો
December 23, 2024 11:18 AMપોલીસે બરડા ડુંગરના સરમણિવાવ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીનો કર્યો નાશ
December 23, 2024 11:18 AMઘર પાછળ કેમ આવે છે ? પૂછતાં યુવકને મારી નાખવાની ધમકી
December 23, 2024 11:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech