પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે તો ઉપરવાસના પાણી છોડવામાં આવતા હજારો લોકો ફસાઇ ગયા છે ત્યારે હેલીકોપ્ટર દ્વારા ૧૭ લોકોને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના શીશલી ગામે તથા કુતિયાણા તાલુકાના અમીપુર અને મહીયારી વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં ફસાયેલ વ્યક્તિઓના રેસ્ક્યુ માટે એરલીફટ કરવાની જરિયાત જણાયેલ હતી. જેઓને સ્થાનિકકક્ષાની ફાયર બ્રિગેડ ટીમ, નેવી ટીમ, એસ.ડી.આર.એફ. ટીમ, મરીન કમાન્ડોની ટીમના સઘન પ્રયત્નો કરવા છતા રેસ્ક્યુ કરવામાં સફળતા ન મળતા વહીવટીતંત્ર દ્વારા પોરબંદર ખાતેના કોસ્ટગાર્ડનો સંપર્ક કરી, એરલિફટીંગ કરી પોરબંદરના શીશલી ગામના નવ વ્યક્તિઓ, કુતિયાણા અમીપુર ગામના છ વ્યકિતઓ અને મહિયારી વાડી વિસ્તારના બે વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા કુલ ૧૭ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હેલીકોપ્ટર મારફતે આ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા તથા કપરી પરિસ્થિતિમાં ગમે ત્યારે કંટ્રોલમનો સંપર્ક સાધી શકાશે તેમ જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સર્કિટ હાઉસે લોકસંપર્ક યોજાયો
November 14, 2024 10:32 AMજામજોધપુરમાં કચરો સળગાવતી વેળાએ દાઝી જતા મહિલાનું મોત
November 14, 2024 10:28 AMકાલાવડમાં લગ્નની લાલચ આપી તરૂણીનું અપહરણ
November 14, 2024 10:27 AMયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech