હળવદ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદને બાતમી મળી હતી કે હળવદ મોરબી માળિયા ચોકડી પાસે બપોરના ૧૨:૦૦ વાગ્યાની આજુબાજુ એ સીએનજી રીક્ષામાં અબોલ જીવને કતલખાને ધકેલાતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી માળિયા ચોકડી પાસે શંકાસ્પદ સીએનજી રિક્ષા જણાતા તેને ઉભી રાખતા તેમાં કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડતા રાખ્યા વગર ખીચોખીચ પશુઓ પ્રત્યે ઘાતકીપણાનું વર્તન કરી જીવતા પશુઓની હેરફેર કરી વાહન સો આરોપીઓ એકબીજાની મદદ કરી મોરબી કતલખાને લય જતા સાત ધેટાં સહીતનો્ મુદામાલ હળવદ પોલીસને સોંપતા ચાર આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હા ધરી હતી.
ફરિયાદી કિરણ પંડ્યા એ જણાવ્યું હતું કે હળવદ મોરબી મળ્યા ચોકડી પાસે બજરંગ દળ વીએચપીની બાતમીના આધારે સીએનજી રીક્ષા નંબર ૩૬ ૭૩૩૦ શંકાસ્પદ હાલતમાં જણાતા તેને ઉભી રાખી પુછતાછ કરતાં સાત ગાડે ઘેટાના બચ્ચા કોપરણી ગામેી ભરીને મોરબી કતલખાને લઇ જવાતા હતા જે રીક્ષા માં ખીચોખીચ પાણીની કે ઘાસચારાની સગવડતા વગર ગાડે ધેટાં ના બચ્ચા સાત મોરબી કતલખાને લઈ જતા હતા આરોપી ૧ જીતુભાઈ દેવાભાઈ સલાટ ઉં, ૩૯ નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી,હાલ રહે્ ગાયત્રી મંદિર પાસે વાંકાનેર અને તેનો ભાઈ (૨) રાજુભાઈ દેવાભાઈ સલાટ ઉં.વષે ૪૧ રહે. નવા જાંબુડીયા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી હાલ રહે્ ગાયત્રી મંદિર પાસે વાંકાનેર બે ભાઈ પોતે ધાંગધ્રા તાલુકાના કોપરણી ગામ (૩) છેલ્લાભાઈ ભરવાડ પાસેી લાવી (૪) ઇસ્માઈલભાઈ મુસાભાઇ ખાટકી રે મોરબી વાળા ને આપવાના હતા તે ચાર જણા વિરુદ્ધ હળવદ પોલીસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હા ધરી હતી, સીએનજી ઓટો રીક્ષા ઘેટાં સાત આશારે કિંમત રૂપિયા ૧૪૦૦૦ સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હળવદ પીઆઈ આર ટી વ્યાસના માર્ગદર્શનને હેઠળ પીએસઆઇ કે એચ અંબારિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech