કોઠારીયા ગામથી કોઠારીયા સોલવન્ટ તરફના રોડ પર મધુ સુદન કોમ્પ્લેક્સમાં પીજીવીસીએલનું ટી.સી બદલવા બાબતે વેપારી સાથે બાજુમાં દુકાન ધરાવનાર વેપારી બંધુઓએ ઝઘડો કરી તેમને મારમાર્યો હતો. બાદમાં સાત જેટલા શખસોએ મળી ત્રિકમ અને પાવડા વડે વેપારી તથા તેમના ભત્રીજાઓને મારમાર્યો હતો. આ અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્લોટ નંબર 455 માં રહેતા મહેશભાઈ જેરામભાઈ ખૂંટ(ઉ.વ 45) દ્વારા આજીડેમ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રવિણ ડોબરીયા, પરસોત્તમ ડોબરીયા, દિલીપ ડોબરીયા, ગીગા ભરવાડ, દિનેશ વિરડીયા (રહે. બધા કોઠારીયા) અને બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને કોઠારીયા મેઇન રોડ પર શક્તિ હાર્ડવેર નામની દુકાન આવેલી છે તેમજ તેઓ કોઠારીયા ગામથી કોઠારીયા તરફના રોડ પર માધવ ડેરીની સામે મધુસુદન કોમ્પ્લેક્સમાં દુકાનો ધરાવે છે જે દુકાનો ભાડે આપી છે.ગત તા.26/ 1 ના સવારના ભાડુઆત રાજેશભાઈ તારપરાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણી દુકાનની સામે પીજીવીસીએલનું ટી.સી ફેરવવાનું હોય જેથી બાજુની દુકાનવાળા ઘોઘાભાઈએ તમને બોલાવવાનું કહ્યું છે બાદમાં વેપારી અહીં પોતાની દુકાન આવતા ઘોઘાભાઇ ઉર્ફે પ્રવીણભાઈ ડોબરીયા અને તેના ભાઈ પરસોતમે ઢીકાપાટુનો મારમાર્યો હતો.બાદમાં વેપારીએ તેમના ભત્રીજા સાગર શૈલેષભાઈ, યતીન શૈલેષભાઈ ખૂટને અહીં બોલાવતા તે બંને તથા વેપારીનો પુત્ર મીત અહીં આવી ગયો હતો ઉપરાંત અન્ય આરોપીઓ પણ આવી ગયા હતા અને ફરિયાદીની દુકાન બહાર પડેલા ત્રિકમ અને પાવડા લઈ ફરિયાદી તથા તેમના બંને ભત્રીજા યતીન અને સાગર પર હુમલો કરી દીધો હતો અને તે ચાલ્યા ગયા હતા. જતા પૂર્વે ગીગા ભરવાડે વેપારીને ધમકી આપી હતી આ વખતે તો જવા દઉં છું ફરીવાર મળીશ તો જાનથી મારી નાખીશ.આ અંગે વેપારી મહેશભાઇની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિત કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્રમાં એક માત્ર જામનગર શહેર કે જયાં મોટા ભાગના ટ્રાફીક સીગ્નલો બંધ !!!
November 23, 2024 10:44 AMહળવદમાં ચાલતા ગેરકાયદેસર નોનવેઝના હાટડા દૂર કરવા ન.પા.એ નોટિસ ફટકારી
November 23, 2024 10:43 AMપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech