સુરેન્દ્રનગર જિલ્લ ામાં મોટા પાયે થતા અનેક ખનીજ ખનન માટે વપરાતા વિસ્ફોટક પદાર્થેાનાં વેચાણ કરતા પરવાનેદારોનાં ગોડાઉન ઉપર ચોટીલા પ્રાત અધિકારી અને તેઓની ટીમ દ્રારા આકસ્મિક દરોડા જેવી કાર્યવાહી કરી . ૯૬.૭૮.૪૯૯ નો વિસ્ફોટક જથ્થો સીઝ કરી સાત ગોડાઉનને સીલ મારી તપાસની કામગીરી હાથ ધરતા હડકંમ્પ મચી ગયેલ છે. ઝાલાવાડમાં ચોટીલા, થાનગઢ, મૂળી, સાયલા વિસ્તારનાં ગામડાઓમાં અનેક ભુસ્તરીય ખનીજ સંપદાનો વિપુલ જથ્થો રહેલો છે. જેને ખનીજ માફિયાઓ વર્ષેા થી ગેર કાયદેસર ખનન કરીને સરકારની તિજોરીને કરોડો પિયા નો ચુનો ચોપડી ખનીજ ચોરી કરી રહ્યા છે.
તાજેતરમાં સાયલા, મૂળી, અને થાનગઢમાં કાર્બેાસેલની ગે. કા ખાણના ખાડાઓ ઉપર દરોડા પાડેલ જેમા થાન પંથકમાં ૨૪૭ ગે. કા. ખાણના ખાડાઓ સાથે કરોડો નો મુદ્દામાલ મળી આવેલ હતો અને આવા પ્રકારની ખાણોનાં ખોદાણકામ માટે મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ વપરાયેલ હોવાનું તપાસમાં જાણવા મળેલ હતું.
ચોટીલા ડે. કલેકટર એચ. ટી. મકવાણા, ચોટીલા મામલતદાર પી. બી. જોષી, થાનગઢનાં નિલેશ પટેલ તથા સ્ટાફના કાફલાએ બે દિવસ થી વિસ્ફોટક પદાર્થના જથ્થાનાં વેચાણકર્તા પરવાનેદારોનાં ગોડાઉનમાં આકસ્મિક દરોડા પી ચેકિંગ હાથ ધરી હડકંમ્પ મચાવ્યો છે.
બે દિવસમાં વિસ્ફોટ જથ્થાનાં ગોડાઉન ઉપર અનેક પ્રકારની ક્ષતીઓ અને ધારા ધોરણનો ભગં તેમજ જરી પત્રકો, રજીસ્ટર નોંધમાં અપુરતાઓ જણાતા . ૯૬.૭૮.૪૯૯ નો વિસ્ફોટક પદાર્થ સીઝ કરી સાત ગોડાઉનોને સીલ મારી પરવાનેદારો સામે ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખાણની સુરગં માટે મુખ્ય વિસ્ફોટ પદાર્થ ના વેચાણ અંગે સઘન તપાસમાં પ્રથમ રવીવારનાં દિવસે ચોટીલા થાન પંથકનાં પરવાનેદાર અનિધ્ધસિંહ પ્રવિણસિંહ ઝાલા , ચોટીલા, જાડેજા ધ્રુવરાજસિંહ અશ્વિનીકુમાર , નાવા અને મેવાસા(સુ.), પી.ડી.રાવલ , સારસાણા (થાન) ખાતે . ૬૭,૭૩,૦૮૦ નો વિસ્ફોટક પદાર્થ સીઝ કરાયેલ છે તેમજ મંગળવારનાં દિવસે ચોટીલામાં મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, જાનીવડલા(ચોટીલા) માં દિલીપભાઈ સામતભાઈ ધાધલ, ગુગલીયાણા (થાન) મા પંકજભાઈ જૈન ના ગોડાઉનમાં . ૨૯, ૦૫,૪૧૯ નો જથ્થો સીઝ કરી તમામના ગોડાઉન ને સીલ મારી ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech