રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચ ઇઓડબલ્યુમાં ચાલી રહેલી જીએસટી કૌભાંડની તપાસમાં પકડાયેલા પાંચ પ્યાદાને રીમાન્ડ મેળવી ૧૫ પેઢીઓ સામે થઇ રહેલી તપાસમાં સાત પેઢીના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે અન્ય પેઢીના સંચાલકોને સકંજામાં રાખી તેમના રોલ ચકાસાઇ રહ્યા છે અને હવે ધરપકડની કાર્યવાહી થશે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં ચાલી રહેલી જીએસટીની તપાસ દરમિયાન રાજકોટની પરમાર એન્ટરપ્રાઇઝ નામના બીલ વહીવટ નીકળતા રાજકોટ ક્રાઇમબ્રાંચને જાણ કરાઇ હતી અને રાજકોટ ક્રાઇમબ્રાંચની ઉંડાણપૂર્વકની તપાસ સાથે પરમાર એન્ટરપ્રાઇઝ બોગસ હોવાનું અને સાથે અન્ય ૧૫ પેઢીઓએ મળી જીએસટી ઇનપુટ ક્રેડીટ મેળવવાનું લાખો રૂપિયાનો કૌભાંડ કર્યાનો પર્દાફાશ થયો હતો અને સીજીએસટીને આ બાબતે જાણ કરાતા સુપ્રિન્ટેન્ડેન્ટ દ્રારા ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જે ગુનામાં ઇઓડબલ્યુની ટીમે વિશાલ, પાર્થ, અમન સહિતના પાંચ શખસોની ધરપકડ કરી હતી અને પકડાયેલા આરોપીઓના રીમાન્ડ મેળવાયા છે.
આ કૌભાંડમાં ૧૫ પેઢીઓના આરોપીઓ પૈકીના જામનગરના મોટી ખાવડીના લખુભા નાનભા જાડેજા, ગાંધીનગર રિધ્ધિ ઇન્ફ્રાસ્ટ્રકચરના ગર્વમેન્ટ કોન્ટ્રાકટર શૈલેષ ઘનશ્યામભાઇ પટેલ, રાજકોટ રતનપરના ગ્લોબેટ્રા, શીવમીલન પ્લાસ્ટિકના પાર્થ મનોજભાઇ રોજીવાડીયા (ઉ.વ.૨૭, રહે.સન સીટી પર્લ–૮૦૨, સાધુ વાસવાણી રોડ, રાજકોટ), કોઠારીયામાં મહા આશાપુરા ટ્રેડીંગના સંચાલક રાજસ્થાની શખસ ભેરૂસિંહ શંકરસિંહ રાજપૂત (ઉ.વ.૩૦), સિવિલ પ્લસ એન્જિનિયરિંગના સંચાલક જૂનાગઢના રહેવાસી બાંધકામના ધંધાર્થી મનિષ બળવંતભાઇ જોબનપુત્રા, જૂનાગઢ જયોતિ ઇન્ફ્રાસ્ટ્રકચરના અલ્પેશ ગોબારભાઇ હિરપરા (ઉ.વ.૩૭) તેમજ કોટડાસાંગાણીના ચિત્રા એન્ટરપ્રાઇઝના સંચાલક ગર્વમેન્ટ કોન્ટ્રાકટર ફિરોઝ અબ્દુલભાઇ જુણેજાની ધરપકડ કરવામાં આવી છે.
આ પકડાયેલા શખસોની પેઢીમાં પરમાર એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી સાથે બીલીંગ વ્યવહારો થયા હતાં. જે દસ્તાવેજી પુરાવાઓ પોલીસ દ્રારા મેળવાઇ રહ્યા છે. અન્ય ૭ પેઢીના સંચાલકોની પણ ગમે ત્યારે ધરપકડ થશે. તપાસ દરમિયાન કેટલીક વધુ પેઢીઓ કે જેના આ ૧૫ પેઢી સાથે બિલીંગ વ્યવહાર થયા છે એવી પેઢીઓ પણ ઝપટે ચડવાની સંભાવના દેખાઇ રહી છે
ક્રાઇમબ્રાંચ કમ્પાઉન્ડમાં સવાર પડયે મેળાવડો જામે !
રાજકોટ ક્રાઇમબ્રાંચ પોલીસ સ્ટેશનમાં જીએસટી કૌભાંડના નોંધાયેલા ગુના અને તેમાં અલગ અલગ શહેરની ૧૫ પેઢીઓના નામ ખૂલ્યા છે. ગુનો નોંધાયાની સાથે જ ક્રાઇમબ્રાંચની અલગ અલગ ૧૫ જેટલી ટીમો બનાવાઇ હતી અને રાતોરાત તમામ પેઢીઓ પર તપાસ અર્થે મોકલી દેવાઇ હતી અને મહત્તમ પેઢી સંચાલકોને ઉઠાવી લેવાયા હતાં. આ કૌભાંડ સાથે સંકળાયેલા ઇસમોને સકંજામાં લેવાતા તેમના લાગતા વળગતા વ્યકિતઓ કે, પરિવારજનો અન્ય શહેરોમાંથી રાજકોટ ક્રાઇમબ્રાંચ પોલીસ મથકે પહોંચ્યા છે. બે દિવસથી રોજ સવારથી ક્રાઇમબ્રાંચ કમ્પાઉન્ડમાં મેળાવડો જામે છે. આરોપીઓને મળવા આવનારા કે, જેઓને તપાસ માટે નિવેદન માટે બોલાવાયા છે તેઓના બેસવાની સવલત માટે કમ્પાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech