દરેડમાં ચાર મહિલા સહિત સાત પત્તાપ્રેમી પકડાયા

  • August 30, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૧ હજારની રોકડ કબ્જે : સિકકામાં કાટ-છાપનો જુગાર

જામનગરના દરેડ મુરલીધર-૨ સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા મહિલા સહિતના પત્તાપ્રેમીઓને રોકડ ૧૧૫૨૦ સાથે અટકાયત કરી હતી, જયારે સિકકાના નાઝ સિનેમા પાસે કાટ-છાપનો જુગાર રમતા બે શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા હતા.
દરેડના મુરલીધર સોસાયટીમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા મુરલીધર-૨ સોસાયટીમાં રહેતા હરદેવસિંહ મુકેશસિંહ કંચવા, ખંભાળીયાના ઉગમણાબારામાં રહેતા બટુકસિંહ રણજીતસિંહ વાઢેર, દરેડના નાગજી રામા રાઠોડ, મોટા ખીજડીયાના પુજાબા રાજેન્દ્રસિંહ ગોહીલ, દરેડની મંજુબેન નાગજી રાઠોડ, મુરલીધર સોસાયટીની રાજેશ્ર્વરીબા રવતુભા જાડેજા, લાલપુરના મુરીલા ગામના સોનલ ઉર્ફે શિતલબેન નાજા ચાંદપાની અટકાયત કરી રોકડ ૧૧૫૨૦ જપ્ત કરવામાં આવી હતી, આ દરોડાની કાર્યવાહી પંચકોશી-બીના પીએસઆઇ મોરીની સુચનાથી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
બીજા દરોડામાં સિકકાના નાઝ સિનેમા પાસે રહેતા સીદીક આદમ સુભણીયા અને ઇમામચોકમાં રહેતા અસગર વલીમામદ બારોયા આ બંને શખ્સોને જાહેરમાં સિકકો ઉછાળીને કાટ છાપનો જુગાર રમતા રોકડ ૧૪૫૫ સાથે પકડી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application