દેશભરમાં ભારે ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અિકાંડના બનાવમાં પકડાયેલા ૧૫ આરોપી સામેનો કેસ ચાર્જશીટ મુકાઇ જતા સેશન્સ કમિટ થયાની આજે પહેલી મુદતમાં કેટલાક આરોપીઓએ વકીલો રોકવા તેમજ અશોકસિંહ જાડેજા અને આસિ.ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજીમાં બે વકીલો પહોંચી ન શકયા તેમજ ખેરની જામીન અરજીમાં તપાસનીશના સોગંદનામા બાકી હોવા અન્વયે સેશન્સ કોર્ટમાં મુદત માગવામાં આવતા અદાલત દ્રારા આગામી સુનાવણી તા. ૧૦ સપ્ટેમ્બરે પ્રથમ સુનાવણી રાખવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮ ૫૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તત્રં દ્રારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે ૧૫ શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા, આ કેસ સેશન્સ કમિટ થયા બાદ આજે ૩ સપ્ટેમ્બરે સેશન્સ કોર્ટમાં પ્રથમ સુનાવણીમાં કુલ ૧૫ પૈકીના કેટલાક આરોપીઓને વકીલ રોકવાના બાકી હોવા બાબતે સમય માંગવામાં આવ્યો હતો, આ ઉપરાંત જમીન માલિક અશોકસિંહ જાડેજાએ ચાર્જશીટ બાદ કરેલી જમીન અરજી અને આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની પ્રથમ જામીન અરજી સંદર્ભે હાલની પરિસ્થિતિમાં બે વકીલો પહોંચી શકયા ન હતા, તેમજ તપાસનીશ પોલીસ દ્રારા ઇલેશ ખેરની ગઈકાલે થયેલી જામીન અરજી સંદર્ભ સોગંદનામુ કરવાનું બાકી હોવાથી સંયુકત રીતે સમય માંગવામાં આવ્યો હતો, જે અનુસંધાને અદાલત દ્રારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તારીખ ૧૦ મી સપ્ટેમ્બરે આગામી સુનાવણી રાખવામાં આવી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્ય અજયસિંહ ચૌહાણ રોકાયા છે
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ માટે જવાબદાર ૧૫ આરોપીઓ૧) ધવલ ભરતભાઈ ઠક્કર
૨) યુવરાજસિંહ હરિસિંહ સોલંકી
૩) રાહત્પલ લલિતભાઈ રાઠોડ
૪) નીતિન મહાવીરપ્રસાદ લોઢા
૫) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા
૬) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા
૭) મહેશ અમૃતભાઈ રાઠોડ
૮) મનસુખ ધનજીભાઈ સાગઠીયા
૯) ગૌતમ દેવશંકર જોષી
૧૦) મુકેશ રામજીભાઈ મકવાણા
૧૧) જયદિપ બાલુભાઈ ચૌધરી
૧૨) રાજેશ નરશીભાઈ મકવાણા
૧૩) રોહિત અસમલભાઈ વિગોરા
૧૪) ભીખાભાઈ જીવાભાઈ ઠેબા
૧૫) ઈલેશ વલભભાઈ ખેર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech