ગેરકાયદેસર વીજ જોડાણના કારણે મૃત્યુ પામેલા ભાણવડના વીજકર્મીને રૂપિયા પાંચ લાખનું વળતર ચૂકવવા આરોપીને આદેશ
ભાણવડ પંથકમાં રહેતા એક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટનું વીજપોલ પર કામ કરતી વખતે વીજ પ્રવાહ ચાલુ થઈ જતા થયેલા અકાળે મૃત્યુના પ્રકરણમાં આરોપી મનાતા શખ્સ સામે નોંધાયેલી ફરિયાદમાં ખંભાળિયાની સેશન્સ કોર્ટે આરોપીને મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવા માટેનો હુકમ કર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના ભરતપુર ફીડરમાં લાઈન ક્લિયર અંગેનું કામ કરી રહેલા પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ હિતેશભાઈ ભીખાભાઈ ભારવાડીયાનું તા. 28 એપ્રિલ 2024 ના રોજ વીજપોલ પર જોરદાર વીજ કરંટ લાગવાથી ચોંટી ગયેલી હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર સંદીપભાઈ પટેલ દ્વારા ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ભરતપુર ગામના રહીશ જુમા સલેમાન હિંગોરા નામના સંધી શખ્સ દ્વારા ભરતપુર ફીડરના તેના રહેણાંક મકાનમાં પાવર ચોરી કરી અને ઘર વપરાશ માટે પાવર લેતા આ પાવર રિટર્ન થવાના કારણે વીજપોલ પર કામ કરી રહેલા હિતેશભાઈ ભારવાડીયાને વીજશોક લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની ફરિયાદના આધારે ભાણવડ પોલીસે આરોપી જુમા સલેમાન હિંગોરાની ધરપકડ કરી હતી.
આરોપી દ્વારા અહીંની અદાલતમાં જામીન માટેની અરજી રજૂ કરતા આ અંગે સરકારી વકીલ કમલેશભાઈ દવે દ્વારા આ અંગેનો વિરોધ કરી અને આરોપીના ગેરકાયદેસર કૃત્યના કારણે હિતેશભાઈ ભારવાડીયાનું આ કુદરતી મૃત્યુ નિપજ્યું હોવા સહિતની દલીલોને ધ્યાને રાખી અને અહીંના જજ શ્રી એસ.વી. વ્યાસે સરકારી વકીલ કે.સી. દવેની રજૂઆતોને ગ્રાહ્ય રાખી આ પ્રકરણમાં મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસ પ્રકારનો ચુકાદો આપી અને આરોપી દ્વારા મૃતક હિતેશભાઈના વારસદારને રૂપિયા પાંચ લાખનું નાણાકીય વળતર ચૂકવવા અને આરોપીને કેસ ચાલતા દરમિયાન જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ પ્રકારનો હુકમ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા શખ્સો સામે લાલબત્તી સમાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech