દિવાળી પહેલા શેરબજારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ગયા સપ્તાહના જંગી ઘટાડા બાદ આજે રોકાણકારોને સમૃદ્ધ બનાવી રહ્યા છે. સેન્સેક્સ 1100 પોઇન્ટના વધારા સાથે 80,500ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જયારે નિફ્ટી 0.92 ટકાના વધારા સાથે 24,402.35 પર ટ્રેડ થયો હતો.
નિફ્ટી બેંક, પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક અને રિયલ્ટી ઇન્ડેક્સ જેવા ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો થયો છે. પીએસયુ નિફ્ટી ઇન્ડેક્સમાં સૌથી મોટો વધારો 3 ટકાથી વધુ છે. ઓટો, ફાઇનાન્સિયલ સર્વિસ, એફએમસીજી, આઇટી, મીડિયા, મેટલ, ફામર્િ ઇન્ડેક્સ સહિતના તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ તેજીમાં છે. સેન્સેક્સે આજે 1000થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 80500ની સપાટી વટાવી હતી. નિફ્ટી પણ 300થી વધુ પોઈન્ટ ઉછળીને 24492 સુધી પહોંચ્યો હતો.
ટોપ ગેઇનર્સમાં, શ્રીરામ ફાઇનાન્સ 5.66 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 3.46 ટકા, સ્ટેટ બેંક 2.82 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 2.39 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝ 2.18 ટકા વધીને ટ્રેડ થયા હતા.
સપ્તાહના પ્રથમ દિવસે, ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. સેન્સેક્સ 251 અંક ઉછળ્યો અને નિફ્ટી પણ 7653 ના સ્તર પર ખુલ્યો. આજે રિલાયન્સે એક શેરનું બોનસ આપ્યું છે. હવે તેના શેરની કિંમત 1357.40 રૂપિયા થઈ
ગઈ છે.
એચસીએલ ટેક્નોલોજીસ, એશિયન પેઈન્ટ્સ અને હિન્દુસ્તાન યુનિલીવરના શેર પણ નફાકારક હતા. જેએસડબ્લ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ અને આઈટીસીના શેરો ઘટ્યા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને જાપાનનો નિક્કી 225 નફામાં હતો જ્યારે હોંગકોંગનો હેંગસેંગ નુકસાનમાં હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMપ્રાકૃતિક કૃષિમાં પાકને પાણી એટલું જ આપવું જોઈએ જેનાથી મૂળની આસપાસની ખાલી જગ્યામાં વરાપ રહે
November 22, 2024 04:13 PMસેલિબ્રિટીઓ પણ કોફીમાં ઘી ઉમેરીને પીવાની સલાહ આપે છે, જાણો તેના ફાયદા
November 22, 2024 04:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech