પોરબંદરની સરકારી પોલિટેકનીક કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓને વિવિધ કાયદાઓ અને સરકારી યોજનાઓ વિષેની જાણકારી આપવામાં આવી હતી.
પોરબંદરની સરકારી પોલિટેકનીક કોલેજ ખાતે વુમન ડેવલોપમેન્ટ સેલની પ્રવૃત્તિ હેઠળ કુલ ૮૦ વિદ્યાર્થીની બહેનોનો મિશન શક્તિ યોજના હેઠળ ૧૦૦ દિવસની વિશેષ જાગૃતિ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત લીગલ એવેર્નેશ વિક ૧૨ ની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં સરકારી પોલિટેકનીક કોલેજ ના આચાર્ય, વુમન ડેવલોપમેન્ટ સેલની પ્રવૃત્તિ કરતા અધ્યાપકો પુર્વીબેન, વૈશાલીબેન, દિવાળીબેન, વિરાજબેન, કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ સૈયદ, જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર રૂપલબેન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકનો વિવિધ યોજનાનો સ્ટાફ તેમજ વિવિધ ટ્રેડની કોલેજની વિદ્યાર્થીની બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ સૈયદ દ્વારા નવા કાયદાઓ વિશે હેલ્પલાઇન ૧૦૦, ગુડ ટચ બેડ ટચ ,ચાઈલ્ડ લાઈન -૧૦૯૮ તેમજ મહિલાલક્ષી તમામ કાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી ,જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર રૂપલબેન દ્વારા બાળકોને લગતા કાયદાઓ પોક્સો એક્ટ ,વિવિધ સમાજ સુરક્ષાની કચેરીની યોજનાઓ તેમજ ચિલ્ડ્રન હોમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ સંકલ્પ ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પવારમેન્ટ ઓફ વિમેન યોજનાના જીલ્લા મિશન કો-ઓર્ડીનેટર સંધ્યાબેન દ્વારા મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર નિપાબેન દ્વારા તેમની હેલ્પલાઇનની માહિતી તેમજ મોબાઈલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવેલ તેમજ પોલીસ બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર હેતલબેન દ્વારા તેમની યોજનાઓની માહિતી આપી હતી તેમજ હાજર તમામ વિદ્યાર્થીની બહેનોને મેન્સ્યુલહાયજીન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ કોલેજના આચાર્યને બેટી બચાવો બેટી પઢાવો યોજનાની બુકલેટ,સ્ટીકર,સંકલ્પ ડી.એચ.ઈ.ડબ્લ્યુ યોજનાના સ્ટીકર તેમજ મેન્સ્યુંપીડીયાની કોમિક બુક આપેલ તેમજ હાજર તમામ લોકોને યોજનાકીય માહિતીનો પ્રચાર-પ્રસાર થાય તે હેતુથી પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સરકારી પોલિટેકનીક કોલેજ ના આચાર્ય, વુમન ડેવલોપમેન્ટ સેલની પ્રવૃત્તિ કરતા અધ્યાપકો પુર્વીબેન, વૈશાલીબેન, દિવાળીબેન, વિરાજબેન, કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.એમ સૈયદ જિલ્લા બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર રૂપલબેન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકનો વિવિધ યોજનાનો સ્ટાફ તેમજ વિવિધ ટ્રેડની કોલેજની વિદ્યાર્થીની બહેનો બહોળી સંખ્યામાં હાજર હતા.આ કાર્યક્રમને સફળ બનાવવામાં અધ્યાપક પુર્વીબેન પટેલ તેમજ વુમન ડેવલોપમેન્ટ સેલ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationB12ની ઉણપ દૂર કરવા પીવાનું શરુ કરો આ ડ્રિંક
April 04, 2025 01:32 PMચાહકોની આતુરતાનો અંત: હેરા ફેરી 3' નું શુટિંગ શરુ
April 04, 2025 12:52 PMશ્રદ્ધા કપૂરને આ 6 ફિલ્મ નકારવાનો ભારે પસ્તાવો
April 04, 2025 12:50 PMતૈમુરના જન્મ વખતે એકલી હોવાનું કરીનાને ભારે દુખ
April 04, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech