રાજકોટ–પ્રયાગરાજ–રાજકોટ એસટી વોલ્વો બસમાં મહાકુંભની યાત્રાએ જઇ સંગમઘાટ ખાતે મહાકુંભ સ્નાનનો ધર્મલાભ લેનારા યાત્રિકોએ ગુજરાત સરકારની વોલ્વો સાથે સેલ્ફી લઇ ગ્રુપ ફોટોસેશન કરાવ્યું હતું, મહાશિવરાત્રીએ અંતિમ સ્નાન સાથે મહાકુંભ મેળાની પૂર્ણાહત્પતિ થનાર છે ત્યારે યાત્રિકોએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે અન્ય ખાનગી વાહનોને ટ્રાફિક નડતો હતો, પરંતુ ગુજરાત સરકારની એસટી વોલ્વો યાત્રિકોને છેક ગંગા કિનારે સંગમ ઘાટ સુધી ઉતારતી હતી. સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં સંગમ સ્નાનનો લાભ લઇ ધન્યતાનો અનુભવ મેળવ્યો છે, ત્યારે રાજકોટના શ્રદ્ધાળુઓએ પોતાને મહાકુંભનો લ્હાવો લેવા સુધી પહોંચાડનાર ગુજરાત સરકાર અને ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની બસ સેવાની પ્રશંસા કરી હતી.પ્રયાગરાજ મહાકુંભ માટે તા.૭ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી જીએસઆરટીસીની વોલ્વો બસ શ્રદ્ધાળુઓને લઇને રવાના થઈ હતી. આ અનુભવને વર્ણવતા રાજકોટના યાત્રાળુ પ્રિયંકા પરવ ભટ્ટ કહે છે કે, આ સમગ્ર યાત્રા અમારા માટે અવિસ્મરણીય બની હતી. તા.૭ ફેબ્રુઆરીના પ્રયાગરાજ માટેના પ્રયાણ અને તા.૧૦ના રોજ પરત ફરવા દરમ્યાન ગુજરાત સરકારના આયોજનથી અમને મહાકુંભનો ખૂબ જ સારો લાભ મળ્યો છે. ખૂબ જ વ્યાજબી દરે યાત્રા દરમિયાન ગુજરાત સરકારે બે ડ્રાઇવર અને એક સુપરવાઇઝર સહિત ઉતારાની સુંદર, સ્વચ્છ અને સુઘડ વ્યવસ્થા કરી હતી. શઆતમાં અમને શંકા હતી કે, એસટીમાં મુસાફરી કરવાની છે તો કેવો અનુભવ થશે કે કેવી વ્યવસ્થા હશે? પરંતુ મુસાફરી દરમિયાન સ્ટાફનો ખૂબ જ સહકાર મળ્યો, પરિવારની જેમ અમે સૌ સાથે રહ્યા છીએ અને સરકારની વ્યવસ્થાઓને જોઈ અમે હવે અન્યોને પણ એસટીની વોલ્વો બસમાં આવી મુસાફરીનો લાભ લેવાનો આગ્રહ કરીએ છીએ.યારે રાજકોટના ભાવેશભાઇ ગોહિલ અને તેમના ધર્મપત્નીએ પણ એસટીની વ્યવસ્થાને બિરદાવતા જણાવ્યું હતું કે, કુંભમાં જઈ મહાસ્નાનની અમારી અદમ્ય ઈચ્છા હતી, પરંતુ પહેલા અમે ખૂબ જ મૂંઝવણમાં હતા કે ત્યાં પહોંચવું કઈં રીતે? એવા સમયે ગુજરાત સરકારની એસટી વોલ્વો બસ દ્રારા મહાકુંભમાં જવાની આ વ્યવસ્થા વિશે અમને જાણવા મળ્યું. અમે તાત્કાલિક તેમાં બુકિંગ કરાવ્યું. તા.૭મીએ બસ અહીંથી સમયસર ઉપડી અને યાત્રા દરમિયાન પણ જરિયાત સમયે તથા હોલ્ટમાં પણ અમને સ્ટાફનો ખૂબ જ સહકાર મળ્યો હતો. સંગમ ઘાટ પર પહોંચીને પણ સ્નાન માટે કઇ રીતે જવું તે અંગે પણ અમને સ્ટાફ દ્રારા માર્ગદર્શન મળ્યું હતું.યારે ભાવેશભાઇના ધર્મપત્નીએ કહ્યું હતું કે, સરકારના આ સુંદર આયોજનમાં મહિલાઓની સુરક્ષા તથા સિનિયર સિટીઝનને પણ તકલીફ ન પડે તેની દરકાર કરવામાં આવી હતી. લોકોએ એસટીમાં જ મુસાફરી કરવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. રાજકોટના યાત્રાળુઓએ પોતાની આસ્થાની ડૂબકીને ચિરસ્મરણીય સ્મૃતિ બનાવવામાં સિંહફાળો આપવા બદલ ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યેા હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech