શહેરની બજારોમાં ૬૦ દુકાનોમાંથી ૪.૯૨ કિલો પ્લાસ્ટિક ઝબલા જપ્ત

  • April 25, 2024 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ–૨૦૨૧ અન્વયે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા આજે શહેરની વિવિધ બજારોમાંથી ઝબલા સહિત ૪.૯૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવામાં આવ્યું હતું તેમજ .૧૬,૫૦૦ના હાજર દંડની વસુલાત કરાઇ હતી.
સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૨ આસામીઓ પાસેથી ૧.૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી .૫૭૫૦નો વહીવટી ચાર્જ વસુલાયો હતો. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૧ આસામીઓ પાસેથી ૨.૪ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી .૬૪૦૦ના હાજર દંડની વસુલાત કરાઇ હતી. ઇસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૭ આસામીઓ પાસેથી ૧.૦૨૫ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી .૪૩૫૦નો હાજર દડં વસુલ કરાયો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં તેમજ આસિ ૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application