જરૂરિયાતમંદ લોકો જાણકારીના અભાવે બેંકમાં લોન લેવા જતા નથી અથવા તો અપૂરતા ડોક્યુમેન્ટ્સને કારણે તેમને લોન મળતી નથી. જેથી નાછૂટકે ઊંચા દરે વ્યાજે નાણાં મેળવી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ જતા જરૂરિયાતમંદોને સરળતાથી બેંક લોન મળી શકે તે માટે લોન માર્ગદર્શન મેળાના આયોજન કરી પોલીસ વિભાગે પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે.
ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના કિસ્સાઓ પર અંકુશ મેળવવા અને લોકોમાં જાગૃતિ કેળવવાનાં ઉમદા આશયે જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાના અધ્યક્ષસ્થાને સિહોરના પોલીસ પીઆઇ જાડેજાની હાજરીમાં વિવિધ બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં નાગરિકોએ વિવિધ યોજનાઓ હેઠળ મળતી લોન અને બેંક દ્વારા આપવામાં આવતી લોન બાબતે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લા પોલીસ દ્વારા સામાન્ય નાગરિકો કે જેઓ પરચુરણ રોજિંદા છૂટક કામ કે નાના ધંધા કરીને આજીવિકા કમાનાર નાગરિકો નાણાકિય જરૂરીયાત સમયે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં ધિરાણ દ્વારા મેળવી અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે.સામાન્ય પ્રજાજનોને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકનાર અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટેની ઝુંબેશ ગૃહ વિભાગ અને રાજ્ય પોલીસ વડા દ્વારા શરૂ કરવામાં આવી છે.
નાગરીકોને આ ચુંગાલમાંથી બચાવવા માટે નેશનલ અને અન્ય બેંકોના સહયોગથી વ્યાજબી દરે લોન ધિરાણ મળી શકે તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન અને પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા, પીઆઈ જાડેજાની હાજરીમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેરિયા, રીક્ષા ચાલક, શાકભાજી વાળા ,છૂટક વેપારીઓ, નાના ધંધાર્થી સહિતના જરૂરિયાતમંદોને સસ્તી લોન મળી રહે તે માટે લોન મેળાનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સ્ટેટ બેંક અને અન્ય નેશનલ બેંક ઉપરાંત મહુવાની તમામ બેન્કોએ ભાગ લીધો હતો. જેમાં લીડ મેનેજર દ્વારા તથા અન્ય બેન્કોના અધિકારીઓ દ્વારા નાના ધંધાવાળા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળતી લોન અને બેંક દ્વારા આપવામાં આવતી લોન બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ અવસરે એ ડીવાયએસપી બારૈયા દ્વારા નાગરિકોને ગેરકાયદેસર રીતે વ્યાજે આપનાર અસામાજીક તત્વોથી સાવચેત કરી કોઇ મુશ્કેલી હોય તો પોલીસ વિભાગને જાણ કરવા તેમજ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ તેમાંથી નાણાકીય સહાય અને બેંક દ્વારા આપવામાં આવતી લોન કઈ રીતે ઉપયોગી થઈ શકે તે બાબતે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લોન મેળવવા માટે સ્થળ પર જ માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech