શિહોર પોલીસ મથક હેઠળના જુદા જુદા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુસણખોરોને શોધવા માટે કોમ્બીંગ શિહોર પોલીસ દ્વારા હાથ ધરાયું હતું.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા અપાયેલી સુચના મુજબ પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં આવતા સિહોર પોલીસ મથક હેઠળના જુદા જુદા વિસ્તારોમાં ગોરકાયદેસર રીતે વસવાર કરતા ઘુસણખોરોને શોધી કાઢવા કોમ્બિંગ હાથ ધરાયું હતું
જેમાં પોલીસના પીઆઈ બી.ડી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ની ટીમો બનાવી ત્રણેય ટીમોનું પો.ઇના બી.ડી.જાડેજા સુપરવીઝન કરી શિહોરમાં રહેતા પરીવાર મળી આવવાની સંભાવવાની હોય તેવા વિસ્તારીમાં ખાત્રી કરવામાં આવી હતી.
જેમાં મેમણ કોલોની,ગરીબશાપીર, વિસ્તાર, રહેમતનગર ઘાંચીવાડ, તેમજ જી.આઇ.ડી.સી વિસ્તા સહિત સ્થોળીએ કોમ્બીંગ કરતા યુ.પી એમ.પી બિહાર : રાજસ્થાન: કરીયાણા ઝારખંડ: છત્તીસગઢ વગેરે રાજ્યોના આશરે ૪૦૦ થી વધારે અને ૧૫૦ થી વધારે રહેણાક તેમજ ફેક્ટરીઓમાં ચેકીગ કરી તેઓના ડોક્યુમેન્ટ- આધારકાર્ડ તેમજ ચુંટણી કાર્ડ નું ચેકીંગ કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech