કોડીનારમાં સરકારી ઓફિસ અને કોર્ટ કમ્પાઉન્ડની વચ્ચે આવેલી ગાયકવાડ વખતની વર્ષેા જૂની જર્જરિત ઇમારત પડે અને મોટી જાનહાની થાય તે પહેલા તત્રં તાત્કાલિક આ બિલ્ડીંગ ઉતારી લે તેવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ.
ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ગાયકવાડ વખતનાં જૂના પોલીસ સ્ટેશન તરીકે ઓળખાતી ઇમારતનાં આ વિશાળ બિલ્ડિંગમાં એક સમયે કોડીનાર મામલતદાર,સબ રજીસ્ટાર અને પોલીસ સ્ટેશન તમામ વિભાગો બેસતા હતા.સમય જતા બિલ્ડીંગ જર્જરિત થતાં તમામ વિભાગો અહીંથી ખસેડાયા છે.આ બિલ્ડીંગ અતિ જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઊભું છે.આ ઇમારત હવે ગમે તે સમયે પડી શકે તેવી પૂર્ણ શકયતાઓ છે. ત્યારે આ જર્જરીથી ઈમારતને જાનમાલની સલામતી માટે તાત્કાલિક તત્રં દ્રારા ઉતારી લેવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે આ જર્જરિત ઇમારતને ઉતારી લેવાને બદલે તત્રં દ્રારા આ ઈમારત આસપાસ કોઈને ન જવાની નોટિસ લગાવી ડેન્જર ઝોનની પટ્ટીઓ લગાવી સંતોષ માન્યો છે.યારે આ જર્જરીત બિલ્ડીંગ પરથી અનેક વખત પવન આવતા નળિયાઓ પડે છે. અડી રહેલા લાકડાના ભાગ પણ તૂટી પડે છે.અનેક વખત નીચેથી અવરજવર કરતા લોકોને ઈજા પહોંચતા રહી ગઈ છે.તંત્રએ ગંભીરતા એટલા માટે લેવી પડે તેમ છે કારણ કે આ જર્જરીત બિલ્ડીંગ ની આસપાસ એસબીઆઇ બેન્ક, પેટા તિજોરી કચેરી,માર્ગ અને મકાન વિભાગની કચેરી,સીટી સર્વે ઓફિસ તેમજ કોર્ટ સહિતની બિલ્ડીંગો આવેલી હોય સતત ટ્રાફિકથી ધમધમતા તેમજ માનવ જીંદગીથી સતત ભરચક રહેતી જગ્યાએ જો બિલ્ડીંગ જમીનદોસ્ત થાય તો અનેક જાનહાની ભીતિ સેવાઈ રહે છે.સ્થાનિક લોકોની માંગ કે આ બિલ્ડિંગ તત્રં જલ્દીથી ઉતારી લે અથવા શું મોટી દુર્ઘટના થયા બાદ જ તત્રં જાગશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech