પોરબંદર શહેરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઓશિયાનિક મેદાનમાં મીડિયા પાર્ટનર ‘આજકાલ’ સંગ મઝૂમ રાસોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં પારિવારિક વાતાવરણમાં રાસ ગરબા રમવા ખેલૈયાઓ ઉમટી પડે છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશ કારીયાના નેતૃત્વમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા ગઈકાલે રાત્રે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પણ તેમની ટીમ સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગરબીના આયોજક જીજ્ઞેશ કારિયાની લાગણીને માન આપીને જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા એ પણ કેટલોક સમય ગરબા મેદાનમાં પસાર કર્યો હતો અને આયોજકોની ટીમ સાથે તેઓ ગરબે રમ્યા હતા. ખૂબ જ સાલસ સ્વભાવના આ ઉચ્ચ અધિકારીએ ગરબા રમવાની સાથોસાથ મઝૂમ રાસોત્સવના આયોજકોને પણ બિરદાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech