જામનગર, દ્વારકા પંથકમાં ગત વર્ષોમાં કરોડોનું હેરોઇન, મેફેડ્રોન અને ચરસનો જથ્થો સાંપડયો: સફેદ પાઉડરનો કારો કારોબાર કરનારાઓના મુળ સુધી પહોંચવા સઘન તપાસ: 2024માં જામનગર પોલીસે 14.72 લાખનો માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો : માફીયાઓ દ્વારા ખેપ યથાવત
ગુજરાતના 1600 કીમીમાં ફેલાયેલા દરીયા કાંઠામાં સૌરાષ્ટ્રના સાગરમાં સૌથી લાંબો 355 કીમીનો વિસ્તાર માત્ર હાલાર પંથકમાં હોવાનું કહેવાય છે અને સુરક્ષાની દ્રષ્ટીએ હાલારનો દરીયાકાંઠો સંવેદનશીલ મનાય છે, ઉડતા પંજાબની જેમ ગુજરાતમાં પણ ગત મહિનાઓમાં જુદા જુદા વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સફળતા સાંપડી છે. ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાનમાં દર વખતે કરોડોનું ડ્રગ્સ પકડી પાડવામાં આવે છે જેના કારણે ડ્રગ્સ માફીયાઓની મેલી મુરાદો પર પોલીસે પાણી ફેરવી દીધું છે, ગત વર્ષોમાં જામનગર અને દ્વારકામાંથી નશીલા પદાર્થો ઝડપાયા હતાં, ખાસ કરીને દ્વારકા વિસ્તારમાંથી મોટાપાયે ડ્રગ્સનો તેમજ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, નશાના નેટવર્કના મુળ સુધી પહોંચવા જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવે છે.
જામનગર જિલ્લો ગુજરાત રાજ્યની પશ્ર્ચિમે આવેલ છે અને ભારતની દરિયાઈ આંતરરાષ્ટ્રીય સીમાએ અરબ સાગર સાથે જોડાયેલ છે જેમાં સિકકા તથા બેડી જેટીથી શ કરી ઉતર તરફ સંચાણા, જોડીયા બાલંભા, દુધઇ સુધી આશરે 110 કી.મી સુધીનો દરિયાકાંઠો ધરાવે છે પશ્ર્ચિમીએ દેવભુમી દ્રારકા અને દક્ષિણે પોરબંદર,પુર્વ રાજકોટ તથા મોરબી જીલ્લાની હદ સાથે જોડાયેલ છે.
જિલ્લાની દરિયાઈ હદ વિસ્તારમાં કુલ-11 ટાપુઓ આવેલ છે, જે પૈકી પીરોટન ટાપુ ઉપર માનવ વસવાટ હતો પરંતુ હાલ માનવ વસવાટ નથી જામનગર જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, જોડીયા, જામનગર, લાલપુર, જામજોધપુર મળી કુલ-06 તાલુકા આવેલ છે. જામનગર ના કુલ-17 પોલીસ સ્ટેશનો અને ફુલ-09 આઉટ પોસ્ટ આવેલ છે. એસઓજી અને મરીન પોલીસ દ્વારા દરીયાઇ પેટ્રોલીંગ માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે.
ગુજરાતનો 1600 કીમીનો દરીયા કાંઠો જેમાં સૌરાષ્ટ્રના 843 કીમી લાંબા દરીયાકાંઠામાંથી 355 કીમીનો વિસ્તાર માત્ર હાલાર પંથકમાં છે એટલે કે હાલારનો દરીયો સૌથી લાંબો કાંઠો અને સુરક્ષાની દ્રષ્ટીએ સંવેદનશીલ માનવામાં આવે છે, મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સાગર કાંઠાળ વિસ્તારના જિલ્લાઓની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે અને વર્ષ દરમ્યાન બે વખત સાગર સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવે છે, જે અંતર્ગત પેટ્રોલીંગ અને માછીમારોને અવરનેસ બાબતે સમજણ આપવામાં આવે છે, દરમ્યાન છેલ્લા થોડા વર્ષોથી દરીયાઇ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી છે અને કોસ્ટલ એરીયામાંથી થતી ડ્રગ્સની હેરાફેરીને સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસ દ્વારા પકડી પાડીને ડ્રગ્સ માફીયાઓની કમર તોડી નાખી, ગત વર્ષોમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો.
રાજયને ડ્રગ્સમુક્ત કરવા સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત જુદી જુદી સુરક્ષા એજન્સીઓ તેમજ એટીએસ દ્વારા કરોડોની કિંમતનો ડ્રગ્સ પકડવામાં સફળતા મેળવી છે, સમ્યાંતરે દરીયાઇ માર્ગેથી ઘુસાડવામાં આવતુ ડ્રગ્સ પકડાય છે અને આ અંગેની તપાસના મુળ સુધી પહોંચવા જુદી જુદી ટુકડીઓ દ્વારા કમર કસવામાં આવે છે. જામનગરની વાત કરીએ તો પાછલા વર્ષોમાં બેડેશ્ર્વર, જોડીયા અને સીટી વિસ્તારમાંથી એમડી-મેફેડ્રોન, સફેદ પાઉડર, ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાંથી એમડી ડ્રગ્સ ઉપરાંત ગાંજો પણ પોલીસે પકડી પાડ્યો હતો.
જામનગરના જાંબાજ એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આ દિશામાં અસરકારક કામગીરી કરવામાં આવી છે. ચાલુ વર્ષ-2024 માં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ 11 કેસો શોધી કાઢવામા આવેલ છે. જામનગર જીલ્લાની દરીયાઇ સરહદમાં ડ્રગ્સ, હેરોઇન જેવા માદક પદાર્થોની ઘુસણખોરી અટકાવવા દરીયાઇ પેટ્રોલીંગ કરી મોટા પ્રમાણમાં ચરસ 5 કિલો, 859 ગ્રામ કિ.ા. 8,78,850, મેફેડ્રોન પાવડર- 51 ગ્રામ કિ. ા. 5,10,000, તથા ગાંજો આશરે 8 કિલો 450 ગ્રામ ા. 83,490 જે કુલ નશીલો પદાર્થ જેની કિ.ા. 14,72,340 નો મુદ્દામાલ પકડી પાડી અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
પંજાબ, રાજસ્થાનની બોર્ડરો પરથી ડ્રગ્સ ઘુસાડવામાં આવતુ હોવાનું અગાઉ બહાર આવી ચુક્યું છે, આ બે રાજયો બાદ ડ્રગ્સ માફીયાઓએ ગુજરાત તરફ નજર દોડાવીને પાછલા વર્ષોમાં મોટાપાયે ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવામાં આવ્યો હતો, જોકે દર વખતે પોલીસે ડ્રગ્સ માફીયાઓ અને સપ્લાયરોના મનસુબા પર પાણી ફેરવી દીધુ હતું, એક સમયે સૌરાષ્ટ્રનું મીની દુબઇ અને દાણચોરી માટે કુખ્યાત ગણાતું સલાયા ગત વર્ષોમાં ફરી એકવાર ચચર્મિાં આવ્યું હતું અને અહિંથી કરોડોની કિંમતનો હેરોઇનનો જથ્થો પકડાતા અને તેના તાર પાડોશી દુશ્મન દેશ તરફ ખુલ્યા હતાં એ પછી તબક્કાવારની તપાસમાં પોલીસ દ્વારા ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. જોડીયાના નામીચા શખ્સ અને સલાયાના શખ્સોની પુછપરછમાં કેટલીક કડીઓ સાંપડી હતી અને એ પછી નાવદ્રા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. અહિંના બેડેશ્ર્વર, જોડીયા અને સચાણા વિસ્તારમાં પણ અગાઉ પોલીસે બાતમીના આધારે ગુપ્તરાહે ઓપરેશન પાર પાડ્યા હતાં.
ચોમાસામાં વિદેશથી આવતા અમુક વાહનો નશીલા પદાર્થો લાવીને હાલારના નિર્જન ટાપુ પર છુપાવી દેતા હોય અને એ પછી પેડલરો દ્વારા માલ સગેવગે કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે, પાકિસ્તાન બાજુથી કોઇ બોટ આ બાજુ પોતાના સહયોગીને બોટમાં ક્ધસાઇમેન્ટ પહોંચાડે છે અને તે ક્ધસાઇમેન્ટ કીનારા પર લાવ્યા બાદ કયાંક સંતાડી દેવાતુ હોય છે અને એ પછી હેરાફેરી કરાતી હોય છે પરંતુ દર વખતે પોલીસને સફળતા મળે છે, અમદાવાદ, કચ્છ, ભચ, અંકલેશ્ર્વરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયેલ તેમજ હાલમાં જ પોરબંદરના દરીયામાંથી અંદાજે 700 કીલો જેટલું ડ્રગ્સ પકડાયું હતું.
યુવાધનને બરબાદીની ગરતામાં ધકેલવાના નારા આ નશીલા નેટવર્કનો અનેકવખત સુરક્ષા એજન્સીઓએ પદર્ફિાશ કર્યો છે અને હાલાર સહિત રાજયોમાં સમ્યાંતરે કરોડોનું ડ્રગ્સ પકડાતું હોય, મતલબ કે ડ્રગ્સ માફીયાઓ પોતાના પ્લાનમાં કામીયાબ થાય અને માલ નિધર્રિીત જગ્યાએ પહોંચે એ પહેલા પોલીસ પહોંચી જાય છે, મતલબ કે ડ્રગ્સ સામેની લડાઇમાં અનેક પડકારો ઝીલીને આપણી એજન્સીઓ સફળ રહી છે.
દ્વારકા પંથકમાં એક સપ્તાહમાં 61.86 કરોડનું ચરસ મળ્યું...
દેવભુમી દ્વારકા જિલ્લામાં ગત મહિનાઓમાં દરીયાઇ કાંઠા વિસ્તારમાંથી બીનવારસુ ચરસના એક પછી એક પેકેટો મળી આવતા ભારે ચચર્િ જાગી હતી અને આ માદક પદાર્થના પેકેટો બાબતે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. દ્વારકાના ચંદ્રભાગા, વાછુ, ગોરીંજાના દરીયા કીનારેથી બીનવારસુ અબ્ઘાની ડ્રગ્સ મળી આવ્યું હતું, વરવાળા દરીયા કીનારેથી 32 કીલો ચરસના પેકેટ, મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 21 પેકેટ બીનવારસુ મળી આવ્યા હતાં અને એ સમયગાળામાં એક સપ્તાહ દરમ્યાન દરીયા કીનારા વિસ્તારમાંથી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ચરસના કુલ 115 પેકેટ જેની અંદાજે કિંમત 61.86 કરોડ જેવી આંકવામાં આવી હતી, જેતે વખતે ભારતીય સુરક્ષા એજન્સીઓના પેટ્રોલીંગના કારણે પકડાઇ જવાની બીકથી કદાચ સપ્લાયરો દ્વારા આ માદક પદાર્થ મધદરીયે ફેંકી દેવામાં આવ્યો હોય અને મોજા મારફત કાંઠે આવ્યો હોય એવી આશંકા પણ દશર્વિવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech