ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આગામી ૨૭ ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ–૧૦ અને ૧૨ની પરીક્ષા માટેની ફી જાહેર કરવામાં આવી છે. જેમાં સતત બીજા વર્ષે બોર્ડ દ્રારા પરીક્ષા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે ૧૦ ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યા બાદ આગામી પરીક્ષા માટેની ફીમાં પણ ૫ ટકાનો વધારો કરાયો છે.
ધોરણ–૧૦ની પરીક્ષા ફીમાં . ૧૫, ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની ફીમાં . ૨૫ અને ધોરણ–૧૨ સાયન્સની ફીમાં . ૩૦નો વધારો કરવામાં આવ્યો છે. આમ, છેલ્લા બે વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા ફીમાં ૧૫ ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ગત વર્ષ ધોરણ–૧૦ની ફી . ૩૯૦ રાખવામાં આવી હતી.આ વર્ષે તેમાં વધારો કરી રૂ. 405 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-10ની ફીમાં રૂ. 15નો વધારો કરવામાં આવ્યો છે. જે 4 ટકા જેટલો થવા જાય છે. જ્યારે ધોરણ-1સામાન્ય પ્રવાહની પરીક્ષા ફી રૂ. 540 રાખવામાં આવી હતી, જેમાં ચાલુ વર્ષે વધારો કરી રૂ. 565 ફી નક્કી કરાઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં રૂ. 25નો વધારો કરાયો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફીમાં સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ધોરણ-12 સાયન્સની ફી રૂ. 665 હતી, તેમાં વધારો કરીને રૂ. 695 ફી નક્કી કરવામાં આવી છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં રૂ. 30નો વધારો કરાયો છે. જે લગભગ સાડા ચાર ટકા કરતા વધુનો વધારો કરવામાં આવ્યો છે. આમ, ધોરણ-10 અને 12ની ફીમાં સતત બીજા વર્ષે વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓ પર વધારાનો બોજો પડશે.
ધોરણ-10ની નિયમિત વિદ્યાર્થીઓની નવી ફી રૂ. 405 રાખવા સાથે નિયમિત રિપીટરની એક વિષયની ફી રૂ. 150 નક્કી કરાઈ છે. જ્યારે બે વિષય માટે રૂ. 215, ત્રણ વિષય માટે રૂ. 275 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. 395 ફી નક્કી કરવામાં આવી છે.
આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. 160, બે વિષયની રૂ. 255, ત્રણ વિષયની ફી રૂ. 330 અને ત્રણ કરતા વધુ વિષય માટે રૂ. 565 ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં નિયમિત રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ. 210, બે વિષયની ફી રૂ. 345, ત્રણ વિષયની ફી રૂ. 485 અને ત્રણ કરતા વધુ વિષયની ફી રૂ. 695 નક્કી કરવામાં આવી છે.
અહીં નોંધવું જરૂરી છે કે ધોરણ-10ની ફીમાં બે વર્ષમાં રૂ. 50નો વધારો થયો છે. 2023ની પરીક્ષા વખતે ધોરણ-10ની ફી રૂ. 355 હતી, જે ચાલુ વર્ષે વધીને રૂ. 405 થઈ ગઈ છે. આ જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની ફી 2023ની પરીક્ષા માટે રૂ. 490 હતી, જે વધીને ચાલુ વર્ષે 565 થઈ છે. આમ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ બે વર્ષમાં ફી રૂ. 75નો વધારો થયો છે. જ્યારે ધોરણ-12 સાયન્સની 2023ની ફી રૂ. 605 હતી અને ચાલુ વર્ષે તે વધીને રૂ. 695 થઈ છે. આમ, ધોરણ-12 સાયન્સની ફીમાં બે વર્ષમાં રૂ. 90નો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech