જમ્મુ-કાશ્મીરમાં બીજા તબક્કાનું મતદાન: સવારમાં જ લાઈનો લાગી

  • September 25, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીર વિધાનસભાના બીજા તબક્કા માટે છ જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે 239 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થશે. આજે જ્યાં મતદાન થવાનું છે તે જિલ્લાઓમાં રાજૌરી અને બડગામ મુખ્ય છે. બીજા તબક્કાના અગ્રણી ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા, જેકેપીસીસી પ્રમુખ તારિક હમીદ કારા અને બીજેપી જમ્મુ અને કાશ્મીરના વડા રવિન્દ્ર રૈનાનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે રિયાસી જિલ્લા ચૂંટણી અધિકારી વિશેષ મહાજને જણાવ્યું હતું કે, મતદારોમાં ઉત્સાહ છે. મને આશા છે કે સાંજ સુધી લોકોમાં આ ઉત્સાહ જળવાઈ રહેશે. અમે તમામ વ્યવસ્થા કરી છે અને કંટ્રોલ રૂમમાંથી દરેક મતદાન મથક પર નજર રાખી રહ્યા છે.
ભાજપ્ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, કે આજે હું જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરી રહેલા તમામ મતદાતાઓને, ખાસ કરીને યુવા મિત્રોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું. તમારો દરેક મત અહીં સેવા માટે છે. આ ચૂંટણીમાં લોકોની ભાગીદારી જમ્મુ અને કાશ્મીરના સુવર્ણ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં 25 લાખ મતદારો 239 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. ચૂંટણી પંચે મતદારોની સુવિધા માટે 3,502 મતદાન મથકો સ્થાપ્યા છે, જેમાંથી 1,056 શહેરી અને 2,446 ગ્રામીણ વિસ્તારોમાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ પોતાનો મત આપે અને લોકશાહીને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે. આ અવસરે હું સૌ પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા તમામ યુવાનોને અભિનંદન આપું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News