સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તારીખ 27 એપ્રિલ થી શરૂ થયેલી કોલેજોની પ્રથમ તબક્કાની સેમેસ્ટર 6 ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને હવે બીજા તબક્કાની પરીક્ષાનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તારીખ 16 એપ્રિલથી બીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થશે અને તેમાં જુદી જુદી આઠ ફેકલ્ટીના સેમેસ્ટર બે અને ચારના 31 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા શરૂ થાય તે પહેલા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવતી હોય છે. આ દિશામાં યુનિવર્સિટીમાં કવાયત શરૂ થઈ ગઈ છે. સીસીટીવી કેમેરા હોય તેવી કોલેજોને જ પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થશે તેનો ચોક્કસ આંકડો યુનિવર્સિટી દ્વારા એકાદ બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
પરીક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની આ પરીક્ષામાં આર્ટ્સ ફેકલ્ટીમાં હયુમીનિટી બીએઆઇડી બીએસડબલ્યુ એમએ અંગ્રેજી રેગ્યુલર અને એક્સટર્નલ એમએ ઓલ સેમેસ્ટર અને બીજેએમસી જેવી પરીક્ષાઓ શરૂ થશે.
મેનેજમેન્ટ ફેકલ્ટીમાં બીબીએ એમબીએ ફાઇનાન્સ બેન્કિંગ કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ અને એમ કોમ રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. સાયન્સ ફેકલ્ટીમાં બીસીએ બીએસસી આઇટી એમએસસી ફિઝિક્સની પરીક્ષાઓ લેવાશે. હોમ સાયન્સ ફેકલ્ટીમાં બીએસસી અને એમએસસી ની હોમ સાયન્સ ની પરીક્ષાઓ લેવાશે. લો ફેકલ્ટીમાં 2019 અને 2022 ના વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવાશે, આ ઉપરાંત બીએ એલએલબી ના સ્ટુડન્ટ ની પરીક્ષા પણ લેવામાં આવશે. ગ્રામ્ય વિદ્યા શાખામાં બીઆરએસ અને એમઆરએસની એક્ઝામ નું આયોજન કરવામાં આવ્યું છે. એજ્યુકેશન ફેકલ્ટીમાં બીએડ બીએએમપીએડ ની પરીક્ષા નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech