રસ્તા પર કાર અને ધૂમધડાકા સાથે બર્થડેની ઉજવણી કરનારાની શોધ

  • September 26, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાહેર રસ્તા ઉપર લોકોને બાનમાં લઇ સેલિબ્રેશન કરવું એ નબીરાઓનો નવો ટ્રેન્ડ બની ગયો હોય તેમ આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે રાજકોટમાં પણ એક આવી ઘટના સામે આવી છે. શહેરના નવા દોઢસો ફટ રિંગ રોડ પર જાહેરમાં ચાર જેટલી મોંઘેરી કારના બોનેટ પર ચારથી વધુ કેક રાખી ફટાકડા ફોડી નબીરાઓ દ્રારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ પોલીસે તપાસ શ કરી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે,શહેરના નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર અટલ સરોવર પાસેના રસ્તા નજીક ચાર જેટલી મોંઘેરી કારમાં નબીરાઓ રસ્તા પર જ આ કાર ઊભી રાખી કારના બોનેટ પર ચાર કેક મૂકી ફટાકડાઓ ફોડી જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવું જણાઇ છે.
જાહેર રસ્તાને બાનમાં લઇ આ રીતે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હોય જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યારે વાત પોલીસ સુધી પણ પહોંચી હતી. પોલીસે જે સોશિયલ મીડિયા આઈડી પર આ વિડીયો મૂકવામાં આવ્યો હતો તે આઈડીના આધારે આ રીતે કાયદાની પરવાહ કર્યા વગર જાહેરમાં રસ્તો બાનમા લઈ જન્મદિવસની ઉજવણી કરનાર નબીરાઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application