રાજકોટમાં શાળાઓ અને હોસ્પિટલોમાં લાગેલા સીલ ખુલશે. જેની સત્તાવાર જાહેરાત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી છે. પરંતુ તેના માટે એક કામ ખાસ કરવાનું રહેશ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરતા જણાવવામાં આવ્યું હતુ કે, ટી.આર.પી. ગેમ ઝોનના બનાવ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. પરમિશન ન હોય તેવા એસેમ્બલી પ્રકારના એકમો કે જેમાં શૈક્ષણિક સંકુલો, હોસ્પિટલ બિલ્ડીંગ, સમાજની વાડી વગેરેને ફાયર એન.ઓ.સી./બી.યુ. પરમિશન નહીં હોવાથી સીલ કરવામાં આવેલા હતા. ત્યારબાદ જે એકમો દ્વારા ફાયર એન.ઓ.સી. મેળવવા જરૂરી સાધનો/વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવેલ તેમને ફાયર એન.ઓ.સી. મેળવવા યોગ્ય કાર્યવાહી કરવા સીલ ખોલી આપવામાં આવેલા છે.
આ દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓના વિવિધ પ્રતિનિધિ મંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, હોસ્પિટલ એકમોના પ્રતિનિધિ મંડળો તરફથી ફાયર એન.ઓ.સી. હોય તેવા એકમોનો વપરાશ કરવા કાયમી સીલ ખોલી આપવા અવારનવાર રજૂઆત મળેલ છે. આગામી શૈક્ષણિક સત્ર તા.૧૩/૦૬/૨૦૨૪ થી શરૂ થનાર છે. તેમજ આરોગ્ય વિષયક આવશ્યક એકમોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત થયેલ કમિટી દ્વારા ઉપરોક્ત મળેલ રજૂઆત તથા પરિસ્થિતિ ધ્યાને લઇ નીચે મુજબ કાર્યવાહી કરવા નક્કી કરેલ છે.
આ કામ ખાસ કરવાનું રહેશે
શૈક્ષણિક એકમો જેવા કે સ્કૂલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે માન્ય ફાયર NOC ઉપલબ્ધ છે તેઓને (BU અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે. આ ઉપરાંત હોસ્પિટલ, ક્લિનિક, સમાજવાડી જેવા એકમો પાસે માન્ય ફાયર NOC ઉપલબ્ધ છે તેઓને (BU અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.
શું રજૂ કરી શકાશે ?
• હોસ્પિટલ, ક્લિનિક તથા શૈક્ષણિક એકમો જેવા કે સ્કુલ, કોલેજ, પ્રી-સ્કુલ, કોચિંગ ક્લાસ જેમની પાસે ફાયર NOC છે, પરંતુ ફાયર NOC રીન્યુ કરાવેલ નથી તેઓને (BU અથવા અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું) નિયત સોગંદનામુ મેળવીને દિન-૧૫ માં ફાયર NOC રીન્યુ કરીને રજૂ કરવાની શરતે સીલ ખોલી શકાશે. નિયત સમય મર્યાદામાં રીન્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નહીં આવે તો કોઈપણ જાતની વધુ મુદ્દત આપવામાં નહીં આવે અને એકમ સીલ કરવામાં આવશે.
• શૈક્ષણિક એકમો તથા હોસ્પિટલ, ક્લિનિક પ્રકારના એકમો જેને ફાયર રેગ્યુલેશન મુજબ ફાયર NOC મેળવવાની જરૂર નથી તેઓએ જો કોઈ અનધિકૃત બાંધકામ હોય તેને ઇમ્પેક્ટ હેઠળ જરૂરી કાર્યવાહી કરવાનું સોગંદનામુ મેળવીને સીલ ખોલી શકાશે.
• અન્ય એસેમ્બલી બિલ્ડીંગ પ્રકારના એકમો જેવા કે, મોલ / શોપિંગ કોમ્પલેક્ષ, પાર્ટી પ્લોટ, બેંકવેટ હોલ, રેસ્ટોરન્ટ, હોટલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, જીમ વિગેરે પ્રકારના એકમો માન્ય ફાયર NOC તથા BU / અનધિકૃત બાંધકામ નિયમિત કરી આપવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી સીલ ખોલવા યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech