ધોળકિયા સ્કૂલ, પાઠક સ્કૂલ, સેલસ હોસ્પિટલ સહિત ૧૮ને સીલ

  • June 01, 2024 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇની આક્રમક કાર્યવાહીથી ફફડાટ: આજે બપોર સુધીમાં ફાયર એનઓસી અને બી.યુ.પી. સર્ટિફિકેટ નહીં ધરાવતા વધુ ૧૮ સંકુલો સીલ


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇના આદેશથી અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં  હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અન કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટી તેમજ બીયુપી સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવી રહી છે, જેમાં આજે કે.જી.ધોળકિયા સ્કૂલ, એસ.કે. પાઠક સ્કૂલ અને સેલસ હોસ્પિટલ સીલ કરવામાં આવતા શહેરમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ઝૂંબેશ દરમ્યાન વિવિધ બાબતોની ચકાસણી થઇ રહી છે જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે



આજે આટલી મિલકતો સીલ કરાઇ

વોર્ડ નં.૧:  સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળનું સંકુલ

વોર્ડ નં.૩:  બ્રિલિયન્ટ કલાસીસ અને હોસ્ટેલ

વોર્ડ નં.૫: મેહુલ સ્કૂલ, ન્યુ ફ્લોરા સ્કૂલ

વોર્ડ નં.૬:  ગોકુલ વિદ્યાલય, શ્રેયસ વિદ્યાલય

વોર્ડ નં.૯: સેલસ હોસ્પિટલ

વોર્ડ નં.૧૦: ડી એન્ડ ડી બિલ્ડિંગ અને જનની હોસ્પિટલને નોટિસ

વોર્ડ નં.૧૧:  કે.જી.ધોળકિયા સ્કૂલ, શ્રીમતી એસ. કે. પાઠક સ્કૂલ અને જીવન જ્યોત વિદ્યામંદિર

વોર્ડ નં.૧૨:  રેડ એન્ડ વાઈટ મલ્ટી મીડિયા એજ્યુકેશન અને ગજાનંદ હોસ્પિટલનો ચોથો માળ

વોર્ડ નં.૧૩: બાલ વાટિકા કમ હોસ્ટેલ, પંચશીલ સ્કૂલનો ટોપ ફ્લોર, સર્વોદય સ્કૂલનો ટોપ ફ્લોર

વોર્ડ નં.૧૬: ગેલમાં પ્રાથમિક સ્કૂલના ટોપ ફ્લોર

વોર્ડ નં.૧૭: જે.વી.વિદ્યાલય, જીવન જ્યોત વિદ્યાલય

વોર્ડ નં.૧૮: શુભમ રેસ્ટોરન્ટને નોટિસ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application