રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ આજે સતત બીજા દિવસે જાતે ફિલ્ડ વર્કમાં નીકળ્યા હતા અને કુલ ૮૫ એકમોમાં ફાયર એનઓસી અંગેની ચકાસણી કરીને ફાયર એનઓસી ન હોય તેવા ૩૧ સંકુલો સીલ કરવામાં આવ્યા હતા તેમ જ અન્ય ૨૯ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્રારા સ્ટાફને સ્પષ્ટ્ર આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ચમરબંધીની શરમ રાખ્યા વિના લગાતાર કામગીરી કરતા રહેવાની છે અને દરરોજની કામગીરીનો રિપોર્ટ દરરોજ સીધો જ મ્યુનિ.કમિશનરને આપવાનો છે. જોકે અનેક વિસ્તારોમાં ખુદ કમિશનર જ ચેકિંગ કરવા નીકળતા હોવાથી કોઈપણ પ્રકારની ભલામણને અવકાશ રહેતો ન હોય લાગવગીયાઓ ભોંભીતર થઇ ગયા છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્રારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્રારા ઝૂંબેશના પમાં ચકાસણીની કામગીરી હાથ ધરાઇ છે. ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્રારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવનાર છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને આલારામ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે
૮૫ સ્થળે ચેકિંગ, બપોર સુધીમાં ૩૧ સીલ, ૨૯ને નોટિસ
વોર્ડ નં.૧: શ્રી રામ પ્લાયવુડ, ભારતી મહાવિધાલય (શીતલ પાર્ક પાસે), પટેલ ઇન્ટીરિયર સીલ
વોર્ડ નં.૨: હોટલ નોવામાં ફાયર એનઓસીની ચકાસણી
વોર્ડ નં.૪: સેવા નસિગ હોમ સીલ
વોર્ડ નં.૫: સમસ્ત લેવા પટેલ સમાજ, પી.બી.પટેલ સ્કૂલ સીલ
વોર્ડ નં.૬: મુરલીધર વિધાલય, શિવ શકિત સ્કૂલ સીલ
વોર્ડ નં.૭: પી.એન્ડ બી. સ્કૂલ સીલ
વોર્ડ નં.૮: ન્યુ એરા સ્કૂલ સીલ
વોર્ડ નં.૯: નોબલ પ્રિ–સ્કૂલનો છેલ્લો માળ સીલ
વોર્ડ નં.૧૦: જલક એન્ટરપ્રાઇઝ, ગુકૃપા ગ્રેનાઈટ એન્ડ સિરામિક, ઓન ટ્રેન્ડ, હઝારડોઝ ગોડાઉન સીલ, જી.ટી.શેઠ સ્કૂલને નોટિસ
વોર્ડ નં.૧૧: ક્રિષ્ના સ્કૂલ (૧૫૦ ફટ રિંગ રોડ), એસકેપી સ્કૂલના બેઝમેન્ટ, જયકિશન સ્કૂલ સીલ
વોર્ડ નં.૧૨: જલજીત વેલનેસ ધ જીમ વલ્ર્ડ કલબ, ધ કો–ઓપરેટીવ બેંક, પૂજા ઢોસા, શિવમ વુડ આર્ટ સીલ
વોર્ડ નં.૧૩: અમૃત વિધા મંદિર, કોટક મહિન્દ્ર બેંક અને તેનું એ.ટી.એમ. સીલ
વોર્ડ નં.૧૫: સાગર હોલ, બુનિયાદ સ્કૂલ ફાયર સીલ
વોર્ડ નં.૧૬: શારદા પ્રાથમિક સ્કૂલ બિલ્ડિંગ, કોટક મહિન્દ્ર બેંક, બજાજ ફાઇનાન્સ, સ્માઇલ ડેન્ટલ હોસ્પિટલ સીલ
વોર્ડ નં.૧૭: અંજલી સ્કૂલ, ડ્રીમ ઇન્ડિયા સ્કૂલ સીલ
વોર્ડ નં.૧૮: વિવેકાનદં વિધાલય, લીટલ કિડસ પ્રિ–સ્કૂલ, બ્રામ્હણ હોલ યુનિટ–૧ થી ૬ સી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકંડલા બંદરે કાર્ગો હેન્ડલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ, 150 મિલિયન ટનનો આંકડો પાર
April 07, 2025 12:10 AMIPL 2025 19th Match: હૈદરાબાદની સતત ચોથી હાર, ગુજરાતનો 7 વિકેટે વિજય
April 06, 2025 11:47 PMબુમરાહ આવતીકાલે બેંગલુરુ સામે રમશે મેચ, મુંબઈના કોચ જયવર્ધનેએ કરી પુષ્ટિ
April 06, 2025 11:45 PM'હું આ નિર્ણય નથી લઈ શકતો'... એમએસ ધોનીએ IPLમાંથી નિવૃત્તિ પર મૌન તોડ્યું
April 06, 2025 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech