રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં સામાન્ય અકસ્માત બાદ કારખાનામાં કામ કરતા બે કારીગર સાથે બે અજાણ્યા શખસોએ ઝઘડો કર્યો હતો.દરમિયાન કારખાનેદાર છોડાવવા વચ્ચે પડતા સ્કોર્પીયોમાં ધસી આવેલા શખસે એકિટવા સાથે પોતાની ગાડી અથડાવી કચડી નાખવાની ધમકી આપી હતી.બાદમાં એક બાદ એક સાત શખસોએ ભેગા થઇ કારખાનેદાર અને તેના કારીગરોને મારમાર્યો હતો.આરોપીએ કારખાનેદારનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો.આ અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ અને તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવ મળતી વિગતો મુજબ,મોરબી રોડ પર વૃદાવંદ વિલામાં રહેતા અને કુવાડવા રોડ પર હરસિધ્ધિ સોસાયટીમાં ગુરૂદેવ મેટલ નામે ભાગીદારીમાં ઇમિટેશનનું કારખાનું ચલાવનાર મહેશભાઇ લાલજીભાઇ ખોયાણી(ઉ.વ ૪૩) દ્વારા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ રાજાભાઇ ગમારા,રતન ઉર્ફે રતો અને અન્ય પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
મહેશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજના તે ઘરે હાજર હતો ત્યારે તેમના ભાગીદાર કૈલાશભાઇ પીપળીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,આપણા બંને કારીગરને શેરીમાં કોઇ સાથે બાઇક અડી જવા બાબતે માથાકૂટ થઇ છે.જેથી મહેશભાઇ તુરંત અહીં પહોંચ્યા હતાં.ત્યારે તેમના કારીગર મહમંદ શરીફ હાસમીન અને શબ્બીરઅલી શૈકતઅલી હાસમીન સાથે બે અજાણ્યા શખસો ગાળાગાળી કરી રહ્યા હતાં.દરમિયાન કાળા કલરની સ્કોર્પીયો લઇ શૈલેષ ગમારા ધસી આવ્યો હતો અને તેણે અહીં પડેલા બાબુભાઇ મકવાણાના એકટિવાને હડફેટે લીધું હતું.ગાડીમાં એક અજાણ્યો શખસ બેઠો હોય જે કહેતો હતો કે તું આની ઉપર સ્કોર્પીયો ચડાવી દે.બાદમાં આ તમામ શખસો કારખાનેદાર અને તેની સાથે તેના બે કારીગરોને મારમારવા લાગ્યા હતાં.
મારામારી દરમિયાન કારખાનેદારનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો અને છોડાવવા વચ્ચે પડેલા પ્રદીપભાઇ કડીયાની હાથની ઘડીયાળ પણ પડી ગઇ હતી.બાદમાં આ શખસો ધમકી આપી નાસી ગયા હતાં.આ અંગે કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ,તોડફોડ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીએ મહાકુંભમાં મહાપ્રસાદ બનાવી શ્રદ્ધાળુઓને પીરસ્યો, સંગમમાં લગાવશે ડૂબકી, જુઓ વીડિયો
January 21, 2025 04:01 PMહિમોફિલિયાના દર્દીઓને ગુજરાત સરકાર આપી રહી છે નિઃશુલ્ક સારવાર, જાણો કેટલા દર્દીઓએ લાભ લીધો
January 21, 2025 03:54 PMદેશમાં આધાર ફેસ ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન ૧૦૦ કરોડને પાર, પાંચ મહિનામાં આંકડો બમણો થયો
January 21, 2025 03:36 PMજેતપુર શહેરમાં બપોરે ભેદી ધડાકા સંભળાતા લોકો ઘર બહાર દોડી ગયા
January 21, 2025 03:23 PM૩ જી ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પ્રયાગરાજ કુંભસ્નાન કરશે
January 21, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech