કશ્મીરમાં હિમવર્ષા : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અંગારા વરસતા હોય તેવી ગરમી

  • November 02, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ અને ઉત્તરાખંડમાં ગઈકાલે મોડી રાત્રે થી જોરદાર હિમવષર્િ શરૂ થઈ છે અને આગામી તારીખ ત્રણ સુધી એટલે કે આવતીકાલે પણ તે ચાલુ રહેશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ના ભાગરૂપે હિમવષર્િ થઈ રહી છે. ત્યાં આગામી તારીખ 7 ના રોજ વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ હિમાલયન રીજીયનને અસર કરશે અને તેના કારણે હીમ વષર્િ અને વરસાદનો સિલસિલો ચાલુ જ રહેશે.

વરસાદ અને હિમવર્ષાના કારણે હિમાલયન રિજીયનમાં લઘુતમ તાપમાન નો પારો સડસડાટ નીચે આવી ગયો છે. તો બીજી બાજુ ગુજરાતમાં જાણે આકાશમાંથી અંગારા વરસતા હોય અને ચોમાસા પછી સીધો જ ઉનાળો આવી ગયો હોય તેવી અનુભૂતિ છેલ્લા 15 દિવસથી થઈ રહી છે.સમગ્ર દેશમાં સૌથી ઊંચા તાપમાનના મામલે ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ટોચ પર રહ્યા છે. રાજકોટ ભુજ સુરેન્દ્રનગર અને ગઈકાલે વલસાડ તથા વેરાવળ દેશભરના સૌથી ઊંચા તાપમાન વાળા શહેરોના લિસ્ટમાં આવી ગયા છે.


ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ ના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ગઈકાલે વલસાડમાં 37.6અને વેરાવળમાં 37.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું જે સમગ્ર દેશમાં ઊંચા તાપમાનના મામલે પ્રથમ અને બીજા ક્રમે છે.માત્ર વેરાવળ અને વલસાડમાં ઊંચું તાપમાન છે તેવું નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યાર સુધી સરેરાશ 32 ડિગ્રી વચ્ચે તાપમાન હતું તેમાં છેલ્લા બે દિવસથી ક્રમશ: પાંચ ડિગ્રી જેટલો વધારો થયો છે અને આજે ભુજમાં 37.3 રાજકોટમાં 37.3 ડીગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં 36.1 ઓખામાં 32.7 પોરબંદરમાં 36.4 અને ભાવનગરમાં 34.3 ડિગ્રી મહત્વમ તાપમાન રહેવા પામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application